Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 117
________________ [૧૧૨] હિતચિંતન साधून साधयतो मार्ग', 'मोक्षस्यैवाप्रमादतः। मेघवच्छयामलानच्छा-नन्तः प्रणम्य माद्यत। १०६ ॥ (૧૦૭) સમ્યગદર્શન પદની આરાધના તા. ૧૫-૪-૧૪ મોક્ષમાર્ગના મહેલને પાકે. આત્માના સદ્ભૂત ગુણો પ્રાપ્ત કરવાનું બીજ. સંસારને નિસ્તાર કરવાનું પ્રથમ પગથિયું સમ્યગદર્શન છે. સમ્યગદર્શન પદની આરાધનાથી સ્ફટિક જેવી નિર્મળતા પ્રાપ્ત થાય છે. એકડે લખાઈ જાય છે. આત્મા ગણત્રીમાં આવે છે. સડસઠ પ્રકારે ઉજજવળતા આપીને આત્માને-અનંતા આત્માને ઉજજવળ બનાવતું સમ્યગદર્શન અપૂર્વ ઉજજવળ છે. એની ઉજવળતા અથાગ છે. જે એ એકજ મળી જાય-સ્થિર થઈ જાય તે બીજું બધું મળતા વાર લાગતી નથી. શુન્ય મીંડા સમા બીજા બધા ગુણે છે. આ સમ્યગદર્શન હોય તે બીજાની કિંમત છે ને ન હોય તે કાંઈ કિંમત નથી. એ પ્રાપ્ત કરવા-સ્થિર કરવા, અક્ષય કરવા માટે એનું આરાધન કરવું જરૂરી છે. ખમાસમણ, સાથિયા, પ્રદક્ષિણ, સડસઠ કાઉસ્સગ્ગ, સડસઠ લેગસ્સને, વીસ નવકારવાળી દર્શન પદની અને બીજી ચાલુ વિધિથી આ પદ આરાધાય છે. એક ધાન્યનું આયંબિલ ચોખાનું થાય છે. ददाति दर्शन सम्यग् , आत्मान परमात्मने । તેના વિના પ્રતિ, તિથ્ય તાત્તિત: ૨૦૭ n. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122