________________
[ ૯ર ]
હિતચિંતન
(૯૦) શત્ર અને મિત્ર તા. ૨૮-૩-૫૪
આપણું ખરાબ કરે તેને આપણે શત્રુ કહીએ છીએ અને આપણું સારું કરે તેને આપણે મિત્ર કહીએ છીએ. જીવ પિતાનું ખરાબ કોણે કોણે કર્યું છે તેની જેટલી ગણત્રી કરે છે તેટલી પોતાનું ભલું કોણે કેણે કર્યું છે તેની ગણત્રી કરતું નથી. ખરાબ કરનારને દાઢમાં રાખીને તેને બદલે લેવાના અવસરની રાહ જોયા કરે છે. અને પ્રસંગ આવે સામાને ઘાટ ઘડી નાખે છે. પરિણામ પિતાની તરફેણમાં આવે છે ત્યારે કૂલાય છે. જે બાજી ઉંધી વળી જાય, સામે માથાને મળે તે અંદરને અંદર સમસમી જાય છે. આમને આમ તેનું પરિભ્રમણ ચાલ્યા કરે છે. પણ જીવની મોટામાં મોટી ભૂલ, અણસમજ અને ગેરસમજ એ છે કે તે બીજાં મારું ખરાબ કરે છે. એમ માને છે. ખરી રીતે એમ નથી. પિતાનું ખરાબ કરનાર પોતે જ છે પિતે ખરાબ કર્મો કર્યા છે, પાપથી ભારે બન્યું છે. તેના ફળ તેને ભેગવવા પડે છે. બીજે તે તેમાં ફક્ત નિમિત્ત બને છે. એ જ પ્રમાણે ભલાઈમાં પણ બીજ નિમિત્ત છે. પિતે જ પોતાને શત્રુ છે અને પોતે જ પોતાને મિત્ર છે. ઊંધા કર્મો કરનાર આત્મા પિતાને શત્રુ છે. અને સવળા કર્મો કરનાર આત્મા પિતાને મિત્ર છે. કુછંદે ચડી જઈને લાખે અને કરોડોની સંપત્તિ ગુમાવી બેસે ને ભિખારી બને તેમાં બીજું શું કરે કુછંદે ચડેલે જીવ પુરુષ પોતે જ પોતાનું નુકશાન કરે છે. અને સારા ઉદ્યમ કરનાર કમાઈને શ્રીમંત બને છે. ભલેને કેઈની પણ સહાય ન હોય. એ જ પ્રમાણે જીવ માત્રનું છે. નિમિત્ત વશ કષાયે જાગે છે પણ ખરા શત્રુ એ છે ને તેની સામી બાજુ મિત્ર છે. આટલું મજબુત હૃદયમાં કોતરી રાખવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com