________________
હિતચિંતન
[ ૧૦૧] વતન ને ધનની કડવાશ દૂર કરવાની રીતે શિખી લેવી ને કડવાશ દૂર કરવી. मनसो वचसा विधितो विभवा
निखिलां कटुतां नयतानिधनम् । यदि कामयसे सकलं मधुर,
कटुतां परिहतुमर त्वरताम् ॥ १६ ॥..
(૭) જુસ્સાનો ઉપયોગ કઈ તરફ તા. ૫-૪૫૪
એક આરબ એક ગામડામાં એક શેઠને ત્યાં નોકરી કરે. રાત્રે જાગવું અને ચેકી કરી ધન માલ મિલકતનું રક્ષણ કરવું એ એનું કાર્ય. આરબ પૂરેપૂરે વફાદાર. એક વખત તે ગામથી એક જાન લગ્ન કરવા માટે થોડે દૂર બીજે ગામ જવાની હતી; રસ્તે થોડો વિકટ હસે, માર્ગમાં ચાર લુટારૂઓને ભય હતો એટલે જેની જાન હતી તેણે શેઠ પાસે આરબની માગણી કરી ને શેઠે આરબને મોકલ્યા. એક આરબ એટલે કાંઈ ભય નહિ એવે એ બહાર.
જાન ચાલીને ભયવાળા સ્થાને આવી પહોંચી. ત્યાં ચાર પાંચ બુકાની બાંધીને બેઠા હતા. જાનવાળા શેઠે જોયું કે આગળ ભય છે એટલે તેણે આરબને કહ્યું કે ચોરે બેઠા છે, તમે તૈયાર થઈ જાવ, આરબ કહે શેઠ, જુસ્સા ઉતર ગયા હૈ અબ કયા હોગા? વાણી વિચારમાં પડી ગયો કે આને ભરોસે તે બીજા કોઈને સાથે લીધા નથી ને આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com