________________
હિતચિંતન
[૯૭]
(૯૪) વિજળી પડી
તા. ૧-૪-૫૪
એક નાનું ગામ હતું. તેને પાદર નાની પણ સજીવન નદી વહેતી હતી, નદીને કાંઠે કાંઠે થોડે દૂર એક મંદિર હતું. સાંજે નદીને કાંઠે ઘણુ માણસે હરેફરે ને આનંદ કરે, ગામમાં ભણેલા ગણેલા પણ હતા; તેમાં સાત મિત્ર હતા. કઈ વકીલ હતા તે કઈ ડોકટર હતા તેમાં એક ક્રિયાકાંડી ચૂસ્ત બ્રાહ્મણ હતા, તે બધા સાતે જણા સાંજે ફરવા નીકળે ને મંદિર સુધી જાય ત્યાં ઓટલે બેસીને વખત થતાં પાછા ફરે.
એક દિવસ સાતે ત્યાં ગયા. ગયા ત્યારે વરસાદના કોઈ પણ ચિન્હ ન હતા, પણ પછી ધીરે ધીરે વરસાદ શરૂ થયે ને મૂશળધાર વરસાદ વરસવા લાગ્યું વિજળી શરૂ થઈ સાતે જણા મંદિરે પહોંચી ગયા ને વરસાદ શાંત થાય તેની રાહ જોવા લાગ્યા. પણ વિજળી ને વરસાદનું જોર વધતું ચાલ્યું. ને બરાબર ઠેઠ મંદિરની સામે ઠેઠ જમીન ઉપર વિજળી પડે ને ચાલી જાય, જેનારને લાગે કે વિજળીને મંદિર ઉપર પડવું છે પણ પડી શકતી નથી. બેઠેલા સાતે જણને પણ એમ લાગવા માંડયું કે આપણે સાતમાંથી કેઈ એકને વિજળી લઇ જવા માગે છે પણ કેને લઈ જવા માંગે છે તે સમજાતું નથી એટલે આ સામે દસ ડગલા દૂર એક ઝાડ છે તેને આપણે વારાફરતી અડી આવીએ. એક પછી એક ઝાડને અડવા ગયા અને પાછા આવી ગયા. જેઓ જઈ આવ્યા તેઓ પિતાના મનમાં સંતોષ માનતા હતા કે આપણને વિજળી ભરખવાની નથી. છેવટે સાતમાં શાસ્ત્રીજી બાકી રહ્યા હતા, બધાએ ધાયુ કે જરૂર શાસ્ત્રીજી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com