________________
{ ૯૪]
હિતચિંતન અને રાત્રોમાંથી જે દિવસરાત એવા ગયા હોય તે વારંવાર યાદ કરવા અને આવતા દરેક દિવસ રાતને તેવા ચિરસ્મરણય કરવા તત્પર રહેવું. લાખે નિષ્ફળ દિવસ રાતમાં એક ક્ષણ જ એવી સાંપડે છે અને નથી પણ સાંપડતી. નથી સાંપડતી ઘણાને અને સાંપડે છે કેઈક ભાગ્યશાલીને જ. એટલે ગયેલાને અફસેસ કરીને બેસી ન રહેતાં આવતા દિવસરાતને સફળ કરવા માટે સજાગ બનવું.
सत्वर बासरो याति, प्रवात्येवं विभावरी । નાણાન્તિ તે પુનતા, વિમાળે હિત રેર ૨૩
(૨) વાવેતર
તા. ૩૧-૩ ૫૪ વાવેતર એટલે ખેતરમાં બી વાવવામાં આવે છે તે એ બી વાવવાની ક્રિયા જેવી તેવી નથી. ખેતરમાં એમને એમ બી નાખી દેવાથી કાંઈ ફળ મળતું નથી તેને માટે ખેતરને પ્રથમ સાફ કરવું પડે. તેમાંથી કાંટા કાંકરા પત્થર વગેરે જે પાકને નુકશાન કરનાર છે, તે દૂર કરવા પડે. ખેતરમાં પાકને ચગ્ય સારું ખાતર નાંખવું પડે વખત આવે એટલે ખેતરને ખેડવું પડે. પછી જે પ્રકારના બી વાવવાના હોય તેની રીત જાણવી જોઈએ કેઈ બી ઊંડું વવાય તે સારું ઊગે. કોઈને માટે કયારા કરવા જોઈએ તો કોઈ એમને એમ ખીલે.
આ સર્વને પૂરો ખ્યાલ રાખીને બીજકની વાવણી થાય છે. જેવા આ ધાન્ય બીજકે છે તેવા ગુણરુપી બીજકે છે. એ બીયારણ ઘણું મેંઘુ મળે છે એના વાવેતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com