________________
હિતચિંતન
[૯] ગુન સુર્ય નિઃ-ગાલ વુિમન: I स एव स्वात्मनो मित्र. धर्म सम्बक चरन् वरम ॥१०॥
(૯૧) જે રાતદિવસે જાય છે તે પાછા આવતા નથી
તા. ૨૯-૩-૫૪ દિવસ પુરે થાય છે ને રાત પડે છે અને રાત પૂરી થાય છે ને દિવસ ઉગે છે. દિવસ અને રાતનું એમ ચક અટક્યા વગર ચાલ્યા જ કરે છે. વીતી ગયેલા દિવસે અને રાત્રિઓ પાછી ફરતી નથી પણ તે ગયેલા દિવસે અને રાત્રિઓમાંથી કોઈ કોઈ દિવસ અને કઈ કઈ રાત જીવનભર ન ભૂલી શકાય એવા બની જાય છે. એ દિવસ અને એ રાત ગમે ત્યારે આબેહૂબ નજર સામે તરવર્યા
જે યાદ આવી જાય છે એવા દિવસ અને રાત છે. તેમાં બે પ્રકાર છે. એક સુખના દિવસ અને રાત, બીજા દુઃખના દિવસ અને રાત. સુખના દિવસ-રાત, જીવને સંભારતા આનંદ આવે છે. અને દુઃખના દિવસ-રાત સંભારતા જીવને દુઃખ થાય છે. ભલે પછી તે સુખ અને દુ:ખ પિતાના મનના માન્યા હોય પણું આ સુખ અને દુઃખના દિવસ સત કરતાં પણ જીવને માટે વારંવાર યાદ કરવા લાયક દિવસરાત એ છે કે જે દિવસરાતમાં આત્માને અજવાળે એ પ્રસંગ મળી ગયું હોય, બની ગયેલ હોય. આત્મા જેમાં પિતાનું દર્શન કરે એવા દિવસરાત દુર્લભ છે. ગયેલા દિવસરાત પાછા ફરવાનાં નથી. એટલે તે ગયેલા દિવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com