________________
હિતચિંતન
[૩૪] કરે છે. એવી માન્યતાવાળાનું જીવન વધે છે એ ખોટું નથી પણ તે સંસારનું અશુદ્ધ અને દુ:ખી જીવન.
હિંસાને–આવી દુ:ખદાયી હિંસાને દૂર કરવાને માટે હિંસા જરૂરી છે-અનિવાર્ય છે-તે સિવાય ચાલે નહિં એ વિચારો દૂર કરવા જોઈએ. એ વિચારો હિંસાના ઘરને છે, એ વિચારો ભયંકર છે. એ હિંસાના વિચારે એ જ સ્વર્ગ સમા સંસારને નરક જે કરી મૂક્યો છે. તમે જે વિચારથી બીજાની હિંસા કરે છે અને કરશે–તે જ વિચારોથી બીજાઓ તમારી હિંસા કરે છે અને કરશે. સવ અનર્થ એમાંથી જન્મે છે અને જન્મશે માટે હિંસાના વિચારોને નાબૂદ કરો.
जीवघातात् तदीयोऽसत्-संकल्पश्चेतसा कृतः । ददाति दुस्सह दु:ख, तस्मात्तं सत्वरं त्यजेत् ॥ ३७॥
(૩૮) રૂપાળા બાપનો કદરૂપો છોકરે
તા. ૨૫-૧-૧૯૫૪ આ કદરૂપા કરાથી વિશ્વ ત્રાસી ગયું છે એ છોકરાને દૂર કરવાને માટે નાનાથી માંડી મોટા સુધીના બધાયે રાતદિવસ મહેનત કરે છે પણ એ દૂર થતો નથી-દૂર થવાને બદલે વધુ ને વધુ પડખામાં પેસે છે. એ છોકરાને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કરાયા છેપણ તે જ પ્રયત્ન તેને અજર-અમર કરનારા બને છે. આ છોકરાથી બચવાને કેઈ ઉપાય વિશ્વને જડત નથી.
એ કદરૂપા છોકરાનું નામ છે-'દુઃખ એ છોકરો દૂર નથી થતે તેનું કારણ જગતને નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com