________________
હિતચિંતન
[૬૩]
૧૫. વકલચીરીએ પાત્રની પ્રમાર્જના કરતાં. ૧૬. ઢઢણમુનિએ ગોચરી પઠવતાં.
આમ કેવળજ્ઞાન ઝટપટ મળી જાય છે પણ ક્ષપકશ્રેણી ઉપર ચઢતાં આવડવું જોઈએ. પછી કઈ પૂછે કે કેવલજ્ઞાન કેમ મળે? તે કહીએ કે આમ.
केवलज्ञानसम्प्राप्ति-दुकरा दुईलात्मनः । सुकरा सा भवेत् सद्यो, यद्यात्मा बलवान् भवेत् ॥६५॥
(૬૬) એ શું કામ કરે છે? તા. ૨૮-૨-૫૪
એક વખત કાન, આંખ, નાક, જીભ, હાથ, પગ વગેરે બધાની સભા મળી. એ સભામાં સહુ પોતાનું કામ ગણાવા લાગ્યા. અને કહ્યું કે હું સાંભળવાનું કામ કરું છું. મારા કામ માટે હું ચવીશ કલાક તૈયાર રહું છું. એક ક્ષણ પણ મારા દ્વાર બંધ થતા નથી. હું કામ ન કરું તે આપણી સંસ્થાને મોટું નુકશાન સહન કરવું પડે આંખે પિતાની કારકીર્દી રજૂ કરીને કહ્યું કે મારે પણ ઓછું કામ નથી રહેતું. દરેક પ્રવૃત્તિને આધાર મારા ઉપર છે. હું જે કામ ઓછું આપું તે આ સંસ્થાની ઘણી પ્રવૃત્તિઓ બંધ કરવી પડે. નાક કહેવા લાગ્યું કે મારું કામ તમને નજીવું લાગતું હશે પણ એ નજીવા કામની કિંમત ઘણું છે. તમારા બધાની આબરૂ મારા ઉપર છે. વસ્તુ સારી છે કે ખરાબ તેની પરીક્ષા હું જ કરી શકું છું. જીભ બોલી ઉઠી કે તમારા બધા પાસે એક એક કામ રહે છે. તે મારી પાસે બે કામ રહે છે, રસ પારખવાનું અને બેલવાનું. છએ રસ અને નવે રસ મારામાં સમાઈ જાય છે. ઘણી વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com