________________
[૬૮]
હિતચિંતન
युक्त सभायां खलु मर्कटाना शाखास्तरूणां मृदुलासनानि । सुभाषित चीत्कृतिरातिथेयी, दन्तैनखाप्रैश्च विपाटितानि ॥
( સાગ:) शाखामृगाणां विटपा विशिष्टाऽऽसनानि चीत्काररवश्व भाषणम् । परस्पर दन्तनखाग्रपीडन, सुस्वागत पर्षदि दर्शनीयम् ॥६॥
(૭૦) વડા થવું સહેલું નથી તા. પ-૩-૫૪
વડાને અર્થે મોટા થાય છે, આ અમારામાં વડા છે એટલે મેટા છે વડાને બીજે અર્થ ખાવાની ચીજ થાય છે. વઠા એમ ને એમ થતા નથી. ઘણું સહન કરે ત્યારે વડા થવાય છે ચાળા કે બીજા મગ, મઠ, આદિમાંથી કઈ પણ કઠોળના વડા કરવાના હોય તે તે આખા દાણાની પહેલાં દાળ કરવો પડે એટલે નરમાંથી નારી થવું પડે, પછી પાણીમાં પલળવું પડે, પછી પત્થર ઉપર પીલાઈ પીલાઈને પીડારૂપ થઈ જવું પડે, પછી તેલમાં તળાવું પડે, પછી કેટલીક વખત વીંધાવું પડે ત્યારે વઠા થઈને બહાર અવાય.
જે ઉપરના ક્રમમાંથી એક પણ સ્થિતિમાંથી ડગી જવાય તે “વડા? રૂપે બહાર આવી શકાતું નથી.
ઉપર પ્રમાણે માણસમાં વડા થવા ઈચ્છનારે ઘણું સહન કરતા શીખવું જોઈએ. વડા થવું સહેલું નથી.
यदीच्छसि महत्तां तत् तर सागरमापदाम् । विनाऽऽपदा पदं न स्याद, वटक्कादबुध्यतामिदम् ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com