________________
[ ૮૮ ]
હિતચિંતન
ચારેથી ચેતવું અને પહેલેથી જ તેને વધવા ન દેવા પણ દાખી દેવા.
अणयोवं वणयो', कसायथोव च अग्गियोवं च । न हु मे वीससियवं, थोव पि से बहुं होई ॥ ऋणं व्रणं कषायोऽग्नि-लध्वपि चिरमेधते । तस्मास्तदविलम्बन, विध्वंसयति सात्विकः ॥८६॥
(૮૭) વિશ્વાસ કરતા નહિં તા. ૨૬-૩-૧૪
કેઈની પાસે કામ લેવું એ જુદી વાત છે અને વિશ્વાસ મૂક એ જુદી વાત છે. પોતાનું કામ કરાવવા માટે જુદા અનેકની સહાય લેવી પડે પણ તેથી જેની પાસે કામ લેતા હોઈએ કે જેઓ પોતાના સ્વાર્થની ખાતર આપણું કામ કરી આપતા હોય તેમના ઉપર વિશ્વાસ મૂકી દે નહિ. જે વિશ્વાસ મૂક્યો તે મરાયા સમજજે. વિશ્વાસ ન રાખવા જેવા. ૧. કાયા. ૨. યૌવન. ૩. સગાસંબંધીઓ ૪. ધનદેલત એ ચારને ખાસ ઓળખી લેવા ને તેના ઉપર બરાબર તકેદારી રાખવી. તેને ભરોસે રાખશે તે ભલીવાર તે નહિ આવે પણ પૂરા નુકશાનીમાં ઉતરી જશે.
૧. કાયાની પાછળ કેટલું કરવું પડે છે અને તે પિતાની થતી નથી.
૨. યૌવન જોતજોતામાં ચાલ્યું જાય છે, તેના ઉપર દેખરેખ ન હોય તે ઉમાદે કરાવી બાજી ઊંધી વાળી દે છે.
૩. સગા વહાલાઓ સ્વાર્થ સધાતે હોય તે સારા; નહિતે કડવા ઝેર જેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com