________________
હિતચિંતન
[૪૭] (૮૬) એને વધતા વાર નથી લાગતી તા. ૨૩-૩-૫૪
મનગમતી વસ્તુ હોય કે ન હોય પણ કેટલીક વસ્તુઓ એવી છે કે તે એમ ને એમ વધતી જાય છે. થોરની માફક એ વધે છે. વધી ગયા પછી તેમાંથી છૂટવું સહેલું નથી પણ ઘણું જ મુશ્કેલ છે. કૂદકે ને ભૂસકે વધી જતી એવી ચાર ચીજથી ખાસ ચેતવા જેવું છે. પ્રથમ જ ચેતી જનાર બચી જાય છે અને બેદરકાર રહેનાર મરે છે. તે ચાર આ છે.
૧ દેવું. ૨. ગુમડું. ૩. અગ્નિ. ૪. કષાય.
૧ દેવું થોડું છે. કાંઈ ચિંતા જેવું નથી એમ વિચારી કાળજી વગરના માણસો આખા ને આખા દેવામાં ડૂબી જાય છે. પછી તે સંપત્તિ ગુમાવે નહિં તે આબરૂ ગૂમાવે ફક્ત એક રૂપિયાનું દેવું વ્યાજ સહિત સે વર્ષે કેટલું થાય એ ગણવાથી ખબર પડે કે દેવું કેમ વધે છે. - ૨. નાની ફેડલી થઈ હોય. મટી જશે એમ માની લેવાય પણ એ વધતાં એવો વધી જાય છે કે અંગ આખું કપાવી નાખવું પડે છે. સેંકડે એવા પ્રસંગે બન્યા છે ને બને છે
3. અગ્નિના એક તણખામાંથી મોટી મોટી આગ સયાના બનાવે અજાણ્યા નથી.
૪. કષાય શરૂમાં ન લાગે. કોધ કે માન, માયા કે લે મ પણ તે વધતે વવત ભયંકર નીવડે છે. શરૂમાં જ. એને દાબી દેવાં જોઈએ. ઘરમાં પેસીને તેઓ ઘરને કબજે મેળવી લે છે. એટલું જ નહિ ઘર ખેદાનમેદાન કરી મૂકે છે મશ્કરીમાંથી રાજ્યના રાજ્ય કષાયને કારણે નાશ પામી ગયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com