________________
હતચિંતન
[૮૫] (૮૪) બધું છે પણ એ એક નથી તા. ૨૧-૩-૫૪
શરીર સુંદર અને સશક્ત છે. ઇન્દ્રિયે સાજી અને નરવી છે. પરિવાર વફાદાર છે, નેહાળ છે. સગાસંબંધીઓ મીઠે સંબંધ રાખે છે. મિત્રે માયાળુ અને વિશ્વાસુ છે. મન મજબૂત અને સમજુ છે પણ જીવન જીવવું ભારે થઈ પડયું છે. બીજાને અળખામણુ જેવા લાગીએ છીએ. દેખીને સામે પાસે નથી આવતે પણ દૂર ભાગે છે. પરાણે જઈએ છીએ તે આવકાર નથી મળતો પણ જાકારે મળે છે. આ બધું કેમ થાય છે. જીવનમાં શેની ખામી છે કે આમ ઊલટું થાય છે. ખામી એ છે કે પાસે વસુ નથી, લક્ષમી નથી, ધન નથી, પૈસા નથી. એ હોય તે બગડતે મામલે સુધરી જાય. વસુ આવે એટલે પશુ મટી માનવ, દાનવ બની જવાય પણ એ આવે શી રીતે ? લક્ષમી કેમ નથી મળતી ? શુ ઉદ્યમની ખામી છે? સાચા વ્યાપાર કર્યા પણ સફળતા ન મળી ત્યારે ખામી શી છે? નથી સમજાતું. કેમ ન સમજાય? એ ટન છુટે ત્યારે સમજાય કે ખરી ખામી લક્ષ્મીની નથી પણ ખામી છે ધર્મની, ગમે તેટલી લક્ષ્મી અને બધું હોવા છતાં જે ધર્મ નથી તે કાંઈ નથી. થોડું જે દેખાય છે તે થોડા વખત માટે. લક્ષ્મી કે તેના જેવું બીજું ઓછું હશે, નહિ હોય તો ચાલશે. જે ધર્મ હશે તે ધર્મના બધા દાસ છે. ધર્મથી બધા ખેંચાઈ આવે છે. બધું છે પણ એક નથી–ધર્મ નથી તે કાંઈ નથી. ધર્મ છે તે બધું છે.
अस्ति सर्व, धनं नास्ति, नास्ति किमपि शिष्टपे । धर्माधीन धन तस्मा-द्धमें सर' समस्यति ॥ ८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com