________________
[૮૪]
હિતચિંતન પ્રવૃત્તિઓ કરાય છે. તે વસ્તુ શું છે. તે પ્રવૃત્તિઓ કરનારાઓમાંથી મેટે ભાગે કઈ જાણતું નથી, જાણે છે તે તે કેઈ વિરલા જ, સુખને જાણ્યા પછી તે મેળવવાના સાધને કયા છે? તેમાં પણ ઘણે ગોટાળે છે. એ ગેટાળામાં ફસાએલા જીવોએ તે તે સાધને નકકી કરવાની ખાસ જરૂર છે. ૧. આત્માની સ્વતંત્રતા એ સાચું સુખ છે. ૨. આત્માની કર્મ અધીનતા એ દુ:ખ છે. ૨. આત્માને કર્મો કરી આપેલી સગવડ એ બનાવટી
સુખ છે.
૪. આત્માને બનાવટી સુખમાં ઊભી થતી અડચણે એ
બનાવટી દુ:ખ છે. ૫. કર્મોથી હળવે કરવા માટે આત્મા જે સાધને સેવે
છે તે સુખના સાચા સાધને છે. તેમાં આત્માની અંદરની શુદ્ધ પરિણતિ એ મુખ્ય છે. આત્મા કર્મથી ભારે બને એવા જે સાધને તે સુખના નથી પણ દુઃખના છે. આ છે સુખ અને તેના સાધનેનું રહસ્ય. सुख कर्माधीन भवति भवचक्रे विचरतां, न सौरव्यं तद् यस्माद्विकलयति चैतन्यमभितः । यदेवस्वाधीन निरवधि निरन्त' निरुपम, यतन्ते धीमन्तस्तदिह सुखमाप्तुं प्रतिपलम् ॥ ३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com