________________
[૨]
હિતચિંતન કાપવા માંડ્યા. ઘર ફૂટે ઘર જાય એ એનું નામ. આ સમજવા જેવું છે. કર્મને તેડવા હોય તે તેનું ઘર ફાડવાની જરૂર છે. તેને આત્માના પક્ષમાં લઈને પછી કર્મને તેડવા માંડવા. બાકી એમાંથી કઈ નહિ છૂટે ત્યાં સુધી આત્મા કાંઈ કરી શકશે નહિ.
स्वजन भेदयित्वैव, प्रवेशः प्राप्यने परैः। भेदनात् प्राक् तु तमेव परोऽकिश्चिक। न किम् ? ॥ ८१॥
(૮૨) વક્રોક્તિ : આડા બેલ તા. ૧૭-૩-૫૪
કેટલાકને આડું બોલવાની આદત હોય છે. કેટલીક વખત મજાકમાં આ ડું બોલાય છે. અને કેટલીક વખત
જુદી રીતે આ ડું બેલાય છે. મજાકમાં આડું બેલાય તે રંગના છાંટણાની જેમ ગમે છે. તેને સંસ્કૃતમાં વક્રોકિત કહેવામાં આવે છે. આ વકોકિત–આડું બોલવું એ એક ભાષાને અલંકાર છે, ભૂષણ છે. કાવ્યમાં એ કઈ કઈ સમય સુંદર દીપી ઊઠે છે. નીચેને એક સંવાદ તેનું સુંદર ઉદાહરણ છે.
• એક પતિ પત્ની હતા. બનને ધર્મિષ્ટ હતા ને ગમતી હતા. તેઓ રહેતા હતા ત્યાં સત્તરમા શ્રી કુંથુનાથજીનું મંદિર હતું એક વખત તેઓ ગમ્મતે ચઢયા.
પત્નીએ કહ્યું–સ્વામીનાથ! કુંથુને નમસ્કાર કરે. પતિએ કહ્યું–નાના જંતુ-કુંથુને કેણુ નમે?
પત્ની-ના ના. હું નાના જંતુની વાત નથી કરતી. હું તે શ્રીદેવીના પુત્રને નમસ્કાર કરવાનું કહું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com