________________
[૬૬ ]
હિતચિંતન સ્વાર્થ ઘa #ા નાણ:, arો દિ : | અક્ષાના વાર્થ, સ્વાર્થીપિ સે કરે છે દ II
(૬૮) મોટી લીંટીને નાની કરતાં શીખે
તા. ૨-૩-૫૪ એક રાજ સભામાં મહાન ભેગી જઈ ચડયા. સભા ચિક્કાર ભરાયેલી હતી ત્યાં ભેગીએ બધાને ઉપદેશ આપવા માટે એક પાટિયુ (Black Board) મંગાવ્યું અને તેના ઉપર એક લીટી – દોરી અને સભાને કહ્યું કે આ લીંટીને નાની કરવાની છે. જેને આવડતું હોય તે ઊઠો અને લીંટીને નાની કરી આપે. ઘણુ માણસે લીંટીને નાની કરવા માટે ઊઠયા પણ ભેગીએ કહ્યું કે લીંટીને ભૂસ્યા વવાર નાની કરવાની છે માટે એ રીતે જેને આવડતું હોય તે આ અને લીંટીને નાની કરી બતાવે ઊભા થયેલા માણસે શરમાઈ ગયા ને બેસી ગયા. થોડો સમય ગીએ રાહ જોઈ પણ જ્યારે કોઈ આગળ આવ્યું નહિ એટલે એગીએ જાતે જ તે લીટીની નીચે એક મોટી લીટી દેરી અને બધાને પૂછયું કે ઉપરની લીંટી કેવડી છે ? બધા બોલી ઊઠ્યા કે
નાની” આમ ઉપરની લીટીને ભૂસ્યા વગર એગીએ તેને નાની કરી બતાવી ને કહ્યું કે તમે બધા લીંટીને ભૂંસીને નાની કરવાનું શીખ્યા છો પણ તે બરાબર નથી. લીટીને ભંસીને નાની કરવી તેનું નામ ઈષ છે અને લીંટીની નીચે બીજી મેટી લીટી દોરીને નાની કરવી તેનું નામ સ્પર્ધા છે. ઈર્ષાવાળે માણસ પિતે આગળ વધવા પ્રયત્ન નથી કરતે પણ આગળ વધેલાને પાછળ પાડવા મથે છે ને તેમ કરીને પિતે મેટ થવા માગે છે પણ તેમાં પિોતે માટે થતું નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com