________________
હિતચિંતન
[ ૭૪ ] કમાય એવું પ્રતિજ્ઞામાં નથી. પ્રતિજ્ઞા લે તે પાપથી અટકે અને પુણ્ય વધારે અને ન લે તે પાપ બાંધે માટે પ્રતિજ્ઞા લેવી જ જોઈએ મનને મજબૂત કરીને પ્રતિજ્ઞા લેતાં શિખવું અને યાવત દરેક પ્રકારની પ્રતિજ્ઞા લઈને પાપથી સર્વથા છૂટા થવું. નાની પણ પ્રતિજ્ઞા એવા સુંદર ઉત્તમ ફળ આપે છે તે તે અનુભવે સમજાય,
मुक्त मनो दुरन्तानां दुर्वृतानां निबन्धनम् । तदेव नियमन्ति , चेतन चेतयत्यहो ॥ ७८॥
(૭૯) પાછળથી લોકો રોવે એવું કાંઈક કરજો.
૧૪-૩-૫૪ વાત વાતમાં જીવન પૂરું થશે. જીવન પૂરું થશે એટલે આ જીવ ચાલ્યા જશે એ એક ઉપાય નથી કે એકક્ષણું પણ વધુ તે રહે. જીવને એક વખત જવાનું છે એ ચોક્કસ છે પણ તેને કઈ રીતે જવું એ વિચારણીય છે. જીવ જાય છે ને પાછળ ઘણાને મૂકી જાય છે. કેટલાક જી જાય છે ત્યારે પાછળ રહેલા લોકો રાજી થાય છે, તેના નજીકના સંબંધીએ પણ મનમાં રાજી થાય છે. પાછળના લેકો કહે છે કે સારું થયું. ઘણે ખરાબ હતી એ ગયે એ સારું થયુ, શાંતિ થશે. જેણે આવું જીવન જીવ્યું છે તે દુર્ગતિમાં જાય છે. બીજા કેટલાક જી જાય છે ત્યારે દુનિયાને કાંઈ લાગતું વળગતું નથી, ફકત તેના સગા-સંબંધીઓને દુઃખ થાય છે. જનારની પાછળ તેઓ શેક કરે છે, રેવે છે. તેમાં જનાર એકંદર સારો હોય છે પણ તે સંબંધીઓ પૂરતે. સંબંધીઓમાં રોનારા મોટે ભાગે જનારાથી સધાતા બાહ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com