________________
હિતચિંતન
[ ૯૭ ]
જગ્યાને રાકી રાખે છે. ખરાબ અને નકામી એ બન્ને વસ્તુઓ એકંદર નુકશાન કરનારી છે, તેને લીધે બીજી સારી વસ્તુ મનમાં ટકતી નથી. સારી ચીજોને માટે સ્થાન ખાલી હેતુ નથી એટલે તે ચીજોને પાછું ફરવું પડે છે, એટલે મનને હંમેશાં સાક્ કરવાની જરુર છે. કામ, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, ઈત્યાદિ દુષ્ટ વસ્તુ છે. નકામો વાતે શેખચલ્લી જેવા ભૌતિક વિચારા વગેરે નકામી ચીજે છે એ સર્વને મનમાં પેસવા દૈવી નહિ. આવી ગઈ હાય તે તુરત કાઢી નાખવી ને છેવટે એકાદ વખત રાજ કાઢવા માટે પ્રયત્ન કરવા. એ પ્રયત્ન એવી રીતે કરવા કે ખરાબ ચીને નીકળી જાય અને સારી ચીજો રહે, મજબૂતપણે રહે. થોડા થોડા પણ રાજ પ્રયત્ન થશે તે વખત જતાં તેના સારા પરિણામે મળશે. પછી તે તમને એ સાફ કર્યાં સિવાય ચેન નહિં પડે. બસ, આજથી અને અત્યારથી જ એ પ્રયત્ન શરૂ કરી દો અને મજા અનુભવે.
कार्य्यते कलुषं चेतः कामक्रोधादिपांशुभिः । तस्य शुद्धिविधातव्या, चिन्तनादिजलैरलम् ॥ ७७ ॥
(૭૮) પ્રતિજ્ઞા
તા. ૧૪-૩-૫૪
પ્રતિજ્ઞા એટલે બાધા-નિયમ, પ્રતિજ્ઞા-ખાધા લેવી કે નહિ એ વિચાર ઘણી વખત ઘણાંને મૂંઝવે છે તે માટે ઘણા વિચાર ચાલતા હેાય છે, તેમાં કેટલાક સાચા હૈાય છે ને કેટલાક ખોટા હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com