________________
હિતચિંતન
[ ૬૯ ].
(૭૧) ફરજ અદા કરવી તા. ૭-૩-૫૪
દરેકની ફરજ જુદી જુદી હોય છે. પોતાની ફરજ શું છે? તે દરેકે જાણી લેવું જોઈએ પિતાની ફરજ જે હોય તે અદા કરવી જોઈએ. ફરજ એટલે કાર્ય-કર્તવ્ય, અદા કરવી એટલે બજાવવું, કરવું, સામે બીજે કોઈ કદર કરે કે ન કરે તે પણ પિતાનું કર્તવ્ય પતે કરવું એ પોતાના હિતમાં છે. સામાના દેષથી કાં ત્રથી ચૂકી જનાર સામાનું નુકસાન કરે કે ન કરે પણ પિતાનું તે નુકસાન કરે છે.
ફરજ અદા કરવામાં જ્યારે મનમાં શિથિલતા આવે ત્યારે નદીને યાદ કરવી. સરિતા-નદી પાણીનો પ્રવાહ ખેંચી જાય છે, તે તેનું કાર્ય કરે છે, તેને કે વખાણે કે વડે તેની જરી પણ પરવા નદી કરતી નથી. વૃક્ષને સંભારવા કે વૃક્ષે ટાઢ-તડકે સહન કરીને પણ બીજાને છાજે આપે છે. તેને કેઈએ ફરિયાદ કરતાં જોયું નથી કે તમે મારી કદર કેમ કરતા નથી. સૂર્ય—ચંદ્ર પ્રકાશ પાથરે છે, જગતને અજવાળ ભરી દે છે, વરસાદ વરસી વરસીને વિશ્વને ભીંજવી દે છે, એ બધા કક્યાં સામાની કદરની આશા રાખે છે. તેઓ તે પિતાની ફરજ અદા કરતાં શિખવું એમાં મહત્તા માને છે. એથી લાભ છે, એમ સમજાવે છે, ફરજ અદા કરનારની કદર ન કરનારા અને તેને વડનારા ભૂખે દુર્જન ગણાય છે. અને ફરજ અદા કરનારા સુજ્ઞ સજજન ગણાય છે એ જ મોટો લાભ છે અને તેમાં શ્રેય છે
कर्तव्यं कुरु निष्कामो, भूत्वा निज यथोचितम् । सूर्याचन्द्रमसाम्भोद-नदीपादपवृत्तत: ॥७१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com