________________
હિતચિંતન
[ ૭૧]
મજૂરી કરવા કાજ, સબલ તે સરજ્યા તમે ચાવી અળગા થાવ, સ્વાદ તે લેયે અમે. ૨ મ કરીશ વાદ વેલજી કહે, દાંત જીભ તુજને ચાંપશે; પણ એક બેલ એ કહું. દાંત બત્રીશે પાડશે. ૩ બીના બત્રીશે બાપડા, બોલે બે કર જોડી માતા એહવું બોલજે, દાંત ના બેડ ૪
માટે જીભ જાળવવા જેવી છે, જાળવશે તો સુખી થશે અને નહિ જાળવે તે દુ:ખી.
सर्वदा मनन नीत्वा, संवादं दन्तजिह्वयोः । रसना कोपनीया नो, विज्ञाय दुबलां मृदुम् ॥ ७२॥
(૭૩) સોય અને ચારણી તા. ૭-૩-૫૪
સેય જે સાંધવાનું કામ કરે છે, તેમાં દોરો પરોવવા માટે માથે કાણું છે અને ચારણી કે જે ચાળવાનું કામ કરે છે. તેમાં અનેક છિદ્રો છે. એક વખત સેય અને ચારણી બને ભેગા થઈ ગયા. ચારણી સેયને જોઈને તેની ચિંતા કરવા લાગી અને સાયને કહેવા લાગી કે બહેન ! જેને તારે માથે કાણું છે. માથે કાણું કેટલું ભૂંડ લાગે છે. સોયે તે હકીકત સાંભળીને ચારણીને કહ્યું કે બહેન, જેને મારે માથે તે એક જ કાણું છે પણ તારે આખે શરીરે કાણાં છે. તેને તે તું કોઈ ઉપાય કરતી નથી અને મારા એક કાણાની ચિંતા કરે છે. આ વાત સાંભળીને ચારણી ચૂપ થઈ ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com