________________
[ ૭૩ ]
હિતચિંતન
(૭૨) જીભને જાળવજે. તા. ૭-૩-૫૪
જાળવવા જેવી–સંભાળીને રાખવા જેવી ઘણી ચીજો છે તેમાં જીભ એ વિશે જાળવવા જેવી છે, તે બહુ છૂટી મૂકવા જેવી નથી તેમ બાંધી રાખવા જેવી પણ નથી. તેના ઉપર બળ કાર કરવાથી ચે નુકશાન થાય છે અને ફાવે તેમ કરવાથી જે ફાયદો નથી બત્રીશ બત્રીશ મજબૂત ચેકીદારોની રાતદિવસ એક સરખી ચોકી હોવા છતાં તે સખણ રહેતી નથી એટલી એ વિચિત્ર છે ચોકીદારો મજબૂત છે છતાં તેનાથી ડરતા રહે છે.
એક વખત જીભ ઉપર દાબ બેસાડવા માટે તે બત્રીસે ચોકીદારોએ તેને કહ્યું કે તું બહુ લવારે કરવાનું છોડી દે નહિ તે અમે બળવાન બત્રીશ છીએ એટલે તને હેરાન કરીશું જવાબમાં જીભે કહ્યું કે તમે બધા જડ છે મજુરી કરવા જનમ્યા છે, ચાવી ચાવીને તૈયાર કરો છે ને હું તેનો સ્વાદ લઉ છું. બત્રીશે સામે જવાબ આપે કે રાંડ પાછું બેલી. અમે તને કચરી નાંખીશું, ત્યારે સ્વાદ લેવા કયાં જઈશ ? માટે ચૂપ રહે, જીભે કહ્યું કે આ તે ખરા મને કચરવા, તમે કરવા આવે એ પહેલાં હું એક વચન એવું બોલીશ કે કેઈના ડાબા હાથની થપ્પડ ભેગા તમે બત્રીશે બહાર નીકળી પડશે જીભની વાત સાંભળીને બત્રીશે ડરી ગયા ને કહેવા લાગ્યા કે માતા, એવું કંઈ બોલતી નહિ કે જેથી અમારું સ્થાન ટળી જાય. આ બત્રીશ ચોકીદારો એ દાંત છે. આ દાંત અને જીભસંવાદ કવિતામાં નીચે પ્રમાણે છે દાંત કહે સૂણ જીભ રાંડ, તું મ કરીશ લવાર,
અમે ઘણાં શું સબલ, ઠામ તે ટાળીશું તારે. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com