________________
હિતચિંતન
[૬૭] કદાચ બીજે પાછો પડે પણ પાછા પાડનારને કશે લાભ થત નથી. સ્પર્ધાવાળો માણસ સામાથી આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરે છે ને આગળ વધી જાય છે. સ્પર્ધા એ ગુણ છે. મેટી લીટીને ભંસ્યા વગર નાની કરતા શીખો ને મેટા બને.
यतनीय गुणप्राप्त्यै, न पुनर्गुणहानये । रेखा लघूकृता यद्वद, योगिना पररेखया ॥८॥
(૬૯) વાનરવેડા
તા. ૫-૩-૫૪ - વનમાં વાંદરાઓની સભા મળી, તેમનાં આસને આવનારાઓને બેસવા માટે વૃક્ષની શાખાઓ ઊંચીનીચી હતી એટલે આવનાર શરૂઆતથી જ ઊંચનીચે બેસતા હતા. કોઈને પંક્તિમાં એક સરખું બેસવાનું હતું જ નહિ. બધા દાંતિયા કરીને નવા આવનારનું સ્વાગત કરતા હતા સભામાં દરેકને ગમે તેવી ચર્ચા કરવાની છૂટ હતી. છેવટે કૂદાકૂદ, લડેલડા, દાંત અને નખની અણીઓને સારી રીતે ઉપગ એકબીજા સામે કરીને વીખરાઈ જતા હતા. આવું વ્યક્તિગત કે સમષ્ટિગત આચરણ થોડું કે ઘણું જ્યાં થાય છે તેને વાનરવેડા કહેવામાં આવે છે. એ વાનરવેડાથી પિતાને અને બીજાને નુકસાન થાય છે, પરિણામ સારું આવતું નથી, મયદા અને પ્રતિષ્ઠા ઘટે છે ઘણે સ્થળે કેટલાક લોકે સભા ભરે છે કે કઈ કાર્ય માટે એકઠા થાય છે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે વાનરવેડા જોવામાં આવે છે. સભ્ય તરીકે ગણાવું હોય તે વાનરવેડા છેડી દેવા જરૂરી છે. બાકી વાનરની સભાના સભ્ય ગણાવું હોય તે કાંઈ કહેવાનું નથી. જે ગમે તે તરફ આગળ વધે અને તેના પરિણામ અનુભવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com