________________
[૬૪]
હિતચિંતન મારે કામ એટલું આવી પડે છે કે ખાવાનું અને બોલવાનું હું એક સાથે કરવા માંડું છું. જો કે ત્યારે મારા એકે કામમાં મઝા આવતી નથી અને લોકો એને મૂર્ખતામાં લઈ જાય છે. પણ તે સર્વ સહન કરીને પણ હું મારી ફરજ અદા કરું છું. હાથ પગે કહ્યું કે તમારે બધાને કામ છે પણ ખરી મહેનતનું કામ તે અમે જ કરીએ છીએ તમને બધાને સાફસુફ કરવા, વ્યવસ્થિત રાખવા, ક્યાંય પણ લઈ જવા લાવવા એ બધું કામ અમારે માથે છે એમાં અમે જરી પણ વધે આવવા દીધો નથી. બધા પિત. પોતાનું કરી રહ્યા એટલે કામ પૂરું થયું, ત્યાં જીભ બેલી ઉઠી કે આપણે બધા બધું કામ કરીએ છીએ પણ આ પેટ શું કામ કરે છે? એ તે બેડું બેઠું ખાધા જ કરે છે. તે કાંઈ પણ કામ કરતું નથી. બધા તે વાતમાં એકમત થઈ ગયા. પેટ મોટું હતું, તેને કાંઈ કહેવાનું હતું જ નહિ. છેવટે ઘણી ચયાને અંતે બધાએ ઠરાવ કર્યો કે પેટને હરામનું ખાવા આપવું નહિ. ખાવાનું બંધ થયું ને એકાદ દિવસ તે બધાનું કામ વ્યવસ્થિત ચાહ્યું, બીજે દિવસ બધાએ ખિં પણ ત્રીજે દિવસે તે બધાં બૂમ પાડવા લાગ્યા. પગે ચાલવાની ના પાડવા લાગ્યો, હાથ ધ્રુજવા માંડ્યા, આંખ ઊંચી પશુ થતી નહિ, કાન અને નાકને પણ કામમાં રસ ન રહ્યો, જીભ સૂકી થઈ ગઈ-ફરી બધાં એકઠા થયા ને આમ કેમ થાય છે, તેને ગંભીર વિચાર કર્યો. બધાને સમજાયું કે આપણામાં શક્તિ પૂરવાનું કામ પિટ કરે છે. એ છે તે આપણું કામ થાય છે. ખરી ચાવી એ છે. બધા ઠેકાણે આવી ગયા ને પેટની કિંમત ચૂકવવાનું શરુ કરી દીધું. સમાજમાં ઘણા માણસે આ આંખ, કાન વગેરેની માફક વિચાર કરતા હોય છે. અમુક આત્માઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com