________________
હિતચિંતન
રાખ્યું હોય તે ટકે છે. પાત્ર ન હોય તે વસ્તુ ટકતી નથી, ઢળાઈ જાય છે, માટે વસ્તુ મેળવવા માટે અને મળેલી ટકાવી રાખવા માટે પાત્ર બનવું જરૂરી છે, પાત્ર એમ ને એમ બનાતું નથી, પાત્ર બનવા માટે ઘણું સહન કરવું પડે છે. એ સહન કરતાં ઠગી જવાય તે પાત્ર બની શકાતું નથી.
ઘડો એ પાત્ર છે, તેમાં અમૃત જેવું પાછું જે આખા જગતનું જીવન છે તે રખાય છે પણ તેણે પાત્ર બનતાં કેટલું સહન કર્યું છે ? પ્રથમ તે માટરૂપે હતે, ખેતરમાં
ત્યાં કેશથી તેને ખોદી–દીને, પાવડાથી ટપલીમાં ભરીભરીને ગધેડે ચડાવાને ઘેર લાવવામાં આવ્યો. ઘરના એક ખૂણામાં દિવસ સુધી તેણે ટાઢ તડકા સહન કર્યા ત્યારે તેને વારે આવ્યું. પછી તેના ઉપર પાણી નાખી પગ વડે ખૂબ ખૂદવામાં આવ્યું. કાંકરા-કચરો વગેરે દૂર કરી માટીને પિંડે બનાવીને ચાક ઉપર ચડાવવામાં આવ્યું ને ગેળગોળ ચક્કર ચડે એ રીતે ફેરવે. કેટલાએ ટપલા મારીને તેને ઘાટ ઘડ્યો, પછી તડકે સૂકબે ને નીભાડામાં ભરીને અગ્નિમાં બાળે. ત્યાંથી કાઢીને વખત આવ્યે ગધેડે બેસારીને મઝારમાં બધાની વચ્ચે ચેકમાં ખુલે મૂક્યો. જતા આવતા લેકે ટકેરા મારી-મારીને તેની તપાસ કરવા લાગ્યા. આટલું સહન કરવા છતાં બેદી અવાજ કાઢે તે કઈ લે નહિ ને તે પાત્ર ગણાય નહિ એટલે ટકોરા મારે ત્યારે પણ તેનો રણકાર સામાના કાનને સંતેષ પમાડે આમ તે પાત્ર બન્યું અને તેમાં વસ્તુ ટકવા લાગી પાત્ર બનવું સહેલું નથી અને પાત્ર બન્યા વગર કાંઈ મળતું નથી, માટે પાત્ર બનવું–ગમે તેમ થાય તો પણ પાત્ર બનવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com