________________
[૫૦]
હિતચિંતન ૧ પાંચ પરમેષ્ઠિના ગુણે ૧૦૮ છે અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધના ૮ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ, સાધુના ૨૭ ગુણ-એ પ્રમાણે સર્વ મળી ૧૦૮ ગુણ છે.
૨. નવકારવાળીના મણકા-પારા ૧૦૮ છે. ૩. ઉત્તમ પુરુષના લક્ષણ ૧૦૮ હેય છે.
૪. ૧૦૮ની સંખ્યાને સરવાળે કરીએ તે ૯ થાય છે. નવનો આંક અખંડ છે.
૫ એક સરખી ઉમરના ૧૦૮ માણસે જે કુળમાં હોય છે તે કુળકટિ કહેવાય છે.
૬. ૧૦૮ આંગળ ઊંચે હોય તે ઉત્તમ પુરુષ કહેવાય છે. ૭. ૧૦૮ પૂજાનું સ્નાત્ર અષ્ટોત્તરી સ્નાત્ર છે.
આમ ૧૦૮ની સંખ્યા મહત્વની છે. એ સંખ્યા જે સિદ્ધ થઈ જાય તે ફરી ભ્રમણ કરવું ન પડે.
शतमष्टोत्तर सङ्ख्या, हिता सङ्ख्यावता मता । परमेष्ठिगुणग्राम-गुम्फिता विश्वविस्तृतो ॥५४॥
(૫૫) સોય જેવા થજો, કાતર જેવા નહિ
તા. ૧૬–૨–૫૪ સેય સાંધવાનું કામ કરે છે અને કાતર કાપવાનું કામ કરે છે. બે જુદા હોય તેને સેય એક કરી આપે છે. બે એકમેક હાય-અખંડ હોય તેને કાતર છુટા પાડે છે.
એ પ્રમાણે કેટલાક માણસો સોય જેવા હોય છે. તેઓ એકબીજાને સમજાવીને મેળવી આપે છે, સંપ કરાવી આપે છે. ગમે તેવા વેર-વિરોધને દૂર કરીને એક કરી આપવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com