________________
[૫૪]
હિતચિંતન
જોઈએ. બેચાર વખત વારંવાર યાદ કરવાથી મોઢે રહી જાય એવું છે માટે જરૂર યાદ કરી લેવી. શ્રદ્ધાસંયુતારવ્રતધરા: શ્રદ્ધા: કૃતે વનિતા, आनन्दादिकदिमिता: सुरभव, त्यक्त्वा गमिष्यन्ति वै॥ मोक्षं तद्बतमाचरस्व सुमते ! चैत्याभिषेक कुरु येन त्वं व्रतकल्पपादपफला-स्वाद करोषि स्वयम् ॥
(પાર્શ્વનાથ-iારહયારા પૂના) आनन्दाद्या दश श्राद्धा श्रद्धान्वितघ्रते स्थिताः ।। चरितं चित्रकृत् तेषां, श्रुत्वा वृणु व्रतं द्रुतम् ॥५७ ॥
(૫૮) કજોડાં
તા. ૨૦–૨–૫૪ પતિ અતિશય વૃદ્ધ હોય અને પત્નીની વય નાની હોય તે તે કજોડું કહેવાય છે. પતિ કે પત્નીમાંથી એક મૂર્ખ હોય અને બીજો સમજુ હોય તો તે પણ કજોડું કહેવાય છે. આવા બાહ્ય કજોડા દુઃખદ અને દયાપાત્ર ગણાય છે તે કરતાં પણ આંતરિક કડા વિશેષ દુઃખદ છે.
કોઈક અપવાદ બાદ કરતાં દરેકમાં નીચેનાં કજોડામાંથી કેઈ ને કોઈ હોય છે, ને તે કજોડું દૂર કરી શકાતું નથી એ ખૂબ જ શોચનીય છે.
૧. શ્રીમંતાઈ ને મૂર્ખતા, ૨. શ્રીમંતાઈ ને કૃપણુતા, ૩ બુદ્ધિમતા ને દરિદ્રતા, ૪. ગરીબાઈ ને બહુ પરિવાર, ૫. નિર્ધનતા ને ઉદારતા, ૬. કળા ને આળસ, ૭, શક્તિ અને ઉન્માદ, ૮. વિદ્યા અને વાચાળતા, ૯ યૌવન અને ઉમાદ ૧૦. શાંતિ અને મંદતા, ૧૧. ક્રાંતિ અને ક્રૂરતા, ૧૨. ધાર્મિકતા અને શંકાશીલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com