________________
હિતચિતન
કામ એવા માણસને ગમે છે. તેમના વચને કેટલીક વખત સોયની અણીની માફક શરૂઆતમાં જરા તીખા લાગે પણ પરિણામ ઘણું મીઠું લાગે છે.
જ્યારે કેટલાક માણસે કાતર જેવા હોય છે તેમનું કામ એકબીજાને લડાવી મારવાનું–છૂટા પાડવાનું. એ માણસે બહારથી મોટા જેવા દેખાતા હોય પણ તેમનું કાર્ય ઘણું જ ભયંકર છે.
દરજીને ત્યાં સોય ને કાતર બને હોય છે પણ તેના કાર્યને હિસાબે તે બનેને દરજી એગ્ય સ્થાને રાખે છે. સોયને પાઘડીમાં ભરાવે છે-માથે ચડાવે છે, કારણ કે તે સાંધવાનું સારું કાર્ય કરે છે. કાતરને પગ નીચે દબાવે છે, કારણ કે તે કાપવાનું ખરાબ કામ કરે છે.
સોય જેવા થજે પણ કાતર જેવા નહિં, જે સોય જેવા થશે તે ઊંચે સ્થાન મળશે અને કાતર જેવા થશો તે નીચે
सूचीवदेकतां कतु, यतनीय हितैषिणा । જીવન શૈશ્ય, મેરું / રાવજ |
(૫૬) લક્ષ્મીમાં કયાંથી આવ્યા? તા.૧૭-૨-૫૪
લક્ષ્મી સ્થિર નથી રહેતી, તે ચંચળ છે, તે નીચ કેહલકા માણસ પાસે જાય છે. તે આવવાથી ઉન્માદ ચડે છે. કાંઈ સૂઝતું નથી. આમ શાથી બને છે?
કહેવાય છે કે લક્ષમી સમુદ્રની પુત્રી છે અને કમળમાં રહે છે. કમળને કાંટા હોય છે. તેના પગમાં કાંટા વાગ્યા છે
એટલે તે કૈઈપણ જગ્યાએ સ્થિર–પગ ઠેરવીને રહેતી નથીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com