________________
હિતચિંતન
[૪૯] નથી હોતા. એ પ્રસંગે બીજાને કહેવાથી કહેનારની પ્રતિષ્ઠા= આબરુ ઓછી થાય છે. વળી એ પ્રસંગે એવા દુ:ખદ હેય છે કે એમ ને એમ મનમાં સંઘરી રાખવાથી મનમાં ભાર વધતું જાય છે-એ ભાર ઓછો કરવા માટે એવી કેટલીક ન કહેવાની વાત પણ બીજાને કહેવી પડે છે. મોટે ભાગે એવી વાત બીજાને કહેતી વખતે કહેનારને એમ જ હોય છે કે આ વાત બહાર નહિ પડે. કહેતાં કહેતાં પણ વાત કરનાર કહે છે કે “જે જે હા, વાત બહાર ન જાય.”
આ પ્રમાણેની બીજાની ખાનગી વાતોને સંગ્રહ કરેકની પાસે શેડોઘણે હોય છે. એવી ખાનગી વાતેના બે પ્રકાર છે. એક તે એવા સમર્થ માણસેને કહેવાથી જેને રસ્તે નીકળે એવી અને બીજી જે કહેવાથી કાંઈ પણ લાભ ન હોય એવી. તેમાં પહેલા પ્રકારની વાતો પિતાની કે બીજાની
ગ્ય વ્યક્તિને કહેવામાં નુકશાન નથી પણ બીજા પ્રકારની વાતે દાટી દેવામાં–ભૂલી જવામાં જ લાભ છે. એવી વાતો જેને તેને કરવામાં કઈ રીતે કોઈને પણ લાભ નથી. એટલે બીજાની ખાનગી વાત સામાને નુકશાન ન થાય એ પ્રમાણે કેઈને પણ કરવી નહિ. અને જ્યારે કરવાનું મન થાય ત્યારે એટલું વિચારવું કે મારી કોઈ આવી વાત હોય ને તે વાત બીજાને કઈ કહે છે તેનું પરિણામ મારે માટે શું આવે ?
સુપુખ્ત નો વૃત્ત પરમૈ ન ઘવારના प्रकाश्य चेत् समर्थाय, स्यादर्थोऽपि यतस्तत: ॥ ५३ ॥
(૫૪) ૧૦૮ની સંખ્યાનું મહત્ત્વ તા. ૧૬-૨-૫૪
૧૦૮ને આંક મહત્વનું છે. તેમાં નીચે પ્રમાણે કારણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com