________________
હિતચિંતન
[૪૭]
નિંદા એટલે બીજાના છતા કે અછતા રોષે બીજાની પાસે ગાવા
નિંદા કરનાર જેના દોષે ગાતો હોય છે તેને મેઢે કહેતાં શરમાતો હોય છે.
નિંદા કરવાનો સમય માટે ભાગે નવરાશન છે બે નવરા ભેગા થાય એટલે નિંદા ત્રીજી ત્યાં હાજર થઈ જાય છે.
નિંદા જે નુકશાન કરે છે તે બહાર જાણી શકાતું નથી પણ તે નુકશાનીનો પાર નથી. એ પાછળથી સમજી શકાય છે.
આવી દુષ્ટ નિંદાને છેડી દેવાનું દરેક સારા માણસે કહે છે, પણ અમે તે કહીએ છીએ કે નિંદા કરજે-ખૂબ કરજો પણ તે બીજાની નહિ. તમારી પોતાની તમારી નિંદા કરે એટલે પારકી નિંદા છટી જશે પરિણામ તમારા લાભમાં છે. તે તે વખત જતાં સમજાઈ જશે. निन्दो परा परमरम्यतरा पृथिव्यां,
सर्वत्र सर्वजनचित्तहराऽपि निन्द्या । चेत्सा क्रियेत निजदूषणभूषणं तद,
वन्या भवेदसमशमगृह नितान्तम् ॥५१॥
(૫૨) માનવજન્મની મહત્તા–રોના ઉપર
તા ૧૨-૨-૫૪ માનવજન્મ પામ ઘણે દુર્લભ છે. અનંત પુણ્ય રાશિ એકઠી થાય ત્યારે માનવજન્મ મળે છે. એ ઉપદેશ દરેક સ્થળે દરેક ઉપદેશકે પાસેથી સાંભળવા મળે છે. માનવજન્મની વિશિષ્ટતા–મહત્તાશેના ઉપર છે તે વારંવાર વિચારવા જેવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com