SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હિતચિંતન [૩૪] કરે છે. એવી માન્યતાવાળાનું જીવન વધે છે એ ખોટું નથી પણ તે સંસારનું અશુદ્ધ અને દુ:ખી જીવન. હિંસાને–આવી દુ:ખદાયી હિંસાને દૂર કરવાને માટે હિંસા જરૂરી છે-અનિવાર્ય છે-તે સિવાય ચાલે નહિં એ વિચારો દૂર કરવા જોઈએ. એ વિચારો હિંસાના ઘરને છે, એ વિચારો ભયંકર છે. એ હિંસાના વિચારે એ જ સ્વર્ગ સમા સંસારને નરક જે કરી મૂક્યો છે. તમે જે વિચારથી બીજાની હિંસા કરે છે અને કરશે–તે જ વિચારોથી બીજાઓ તમારી હિંસા કરે છે અને કરશે. સવ અનર્થ એમાંથી જન્મે છે અને જન્મશે માટે હિંસાના વિચારોને નાબૂદ કરો. जीवघातात् तदीयोऽसत्-संकल्पश्चेतसा कृतः । ददाति दुस्सह दु:ख, तस्मात्तं सत्वरं त्यजेत् ॥ ३७॥ (૩૮) રૂપાળા બાપનો કદરૂપો છોકરે તા. ૨૫-૧-૧૯૫૪ આ કદરૂપા કરાથી વિશ્વ ત્રાસી ગયું છે એ છોકરાને દૂર કરવાને માટે નાનાથી માંડી મોટા સુધીના બધાયે રાતદિવસ મહેનત કરે છે પણ એ દૂર થતો નથી-દૂર થવાને બદલે વધુ ને વધુ પડખામાં પેસે છે. એ છોકરાને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કરાયા છેપણ તે જ પ્રયત્ન તેને અજર-અમર કરનારા બને છે. આ છોકરાથી બચવાને કેઈ ઉપાય વિશ્વને જડત નથી. એ કદરૂપા છોકરાનું નામ છે-'દુઃખ એ છોકરો દૂર નથી થતે તેનું કારણ જગતને નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034848
Book TitleHitchintan
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherJain Sahitya Vardhak Sabha
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy