________________
હિતણિતન
[૨૯]. સારું ઈનામ આપશે. રેજ હજારો માણસ આ વે ને પાટિયું વાંચે પણ કેઈને સૂઝ ન પડે. ચારે સરખી લાગે.
એક બુદ્ધિમાન પરદેશથી ત્યાં આ ને તેણે તે ચાર પૂતળીઓની પરીક્ષા કરી.
૧. પહેલી પૂતળીના કાનમાં દોરો નાખે. પણ તે અટકી ગયે, આગળ ગયે જ નહિં.
૨. બીજી પૂતળીના કાનમાં દરે નાખે તે તે સીધે સીધો બીજા કાનમાંથી બહાર આવ્યું.
૩. ત્રીજી પૂતળીના કાનમાં દોરે નાખે તો તે કાનમાંથી નીચે ઉતરી મોઢેથી બહાર નીકળે.
૪. ચોથી પૂતળીના કાનમાં દેરે નાખે તે તે સીધે પેટમાં ઉતરી ગયે, બહાર ન નીકળે. .
એક સરખી જણાતી પૂતળીઓમાં જે ભેદ હતું તે બુદ્ધિમાને શોધી કાઢ્યો. અને પેટમાં ઉતરનાર દોરાવાળી પૂતળી લાખ સેનામહેરની છે એમ તેણે રાજાને કહ્યું ને ઈનામ મેળવ્યું. ઉપદેશ સાંભળનારા કેટલાક પહેલી પૂતળી જેવા હોય છે. તેઓના કાનમાં કંઈ પેસતું જ નથી. બીજી પૂતળી જેવાઓના એક કાનમાં પેસે છે ને બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે. ત્રીજી પૂતળી જેવાએ સાંભળીને મેઢેથી બહાર કાઢી નાખે છે. જ્યારે ચેથી પૂતળી જેવાઓ સાંભળીને પેટમાં ઉતારે છે–પચાવે છે, તેઓ કિંમતી છે. બાકીના સાંભળે તોય શું ને ન સાંભળે તોય શું ? ઉપદેશશ્રવણ કે બીજું કાંઈ સાંભળવું તે ચોથી પૂતળી માફક સાંભળવું કે જેથી પચે ને તેનું ફળ મળે.
श्रयते न भुतंदरी-क्रियते कर्णतो मुखात् । धार्यते स्वोदरे पाश्चालिकावृत्तं विचार्य सत् ॥ ३२॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com