________________
હિતચિંતન
[૨૧]
સારી વસ્તુઓનું સારી રીતે દાન કરનાર દાતાર-દાને. શ્વરી કહેવાય છે. અને તે ધર્મ–કીર્તિ-પ્રતિષ્ઠા મેળવે છે ને પરંપરાએ પરમ સુખી બને છે. તે સિવાયના દાન કરનારાએ નાદાન છે. તેઓ દાન કરીને નાદાની મેળવે છે, પરંપરાએ પિતે દુઃખી થાય છે ને બીજાઓને દુ:ખી કરે છે. दोन निदान परम प्रधान, त्रिधा विशुध्या विहित हितानाम्। नानाविध तद रहित विशुध्या, मर्मा विधो राति दुरन्त पीडाः ॥२३॥
(૨૪) એ કઈ જાતના પ્રાણ? તા. ૬-૧-૫૪
એક મહાન જીવશાસ્ત્રના જાણકાર જુદી જુદી જાતના છો વિષે સમજાવતા હતા. તેમની સમજાવવાની પદ્ધતિ એટલી સુદર હતી કે એ રીતે જીવનું જ્ઞાન મેળવ્યું હોય તો જીવોને જાણવામાં મહેનત ન પડે.
એ મહાન જ્ઞાની પણ એક વખત મૂંઝવણમાં પડી ગયા. તેમની મૂંઝવણ નીચે પ્રમાણે હતી. ૧. વનસ્પતિ આદિ અમુક તુમાં અમુક પ્રકારને આહાર
કરનારા છે. તે એક જાત. ૨. નાના નાના જંતુઓ નિયમિત રીતે આહાર કરનારા
છે. તે એક જાત. ૩. અમુક પશુ-પક્ષીઓ રાતે જ આહાર કરનારા છે તે
એક જાત.
પણ
આ કઈ જાતના પ્રાણીઓ છે કે જે આહાર કરવામાં–ખાવામાં કોઈ વ્યવસ્થા જાળવતા નથી. દરેક વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com