________________
[૨૪]
હિતચિંતન શરીરમાં રોગ થાય છે ત્યારે તેને ઇલાજ કરવાનું મન તુરત થાય છે. તે રોગ દૂર કરવાને શ્રીમંતાઈ અને શક્તિ પ્રમાણે દરેક જણ ઘણું ઘણું કરી છૂટે છે.
મનના રોગો દૂર કરવા માટે થોડોઘણે પ્રયાસ થાય છે, પણ તે માટેની અસરકારક દવા લેવા મન પિતે તૈયાર નથી. એટલે એ રોગથી પીડાયા કરે છે. તેની કાળજી લેવાની જરૂર છે.–તેમ છતાં–
આત્માના રોગ તરફ તે ધ્યાન પણ નથી ગયું. જે રોગો-તમામ રોગોનું મૂળ છે એ રેગ દૂર કરવામાં આવે તે કોઈપણ જાતના રેગથી ડરવાનું રહે નહિ.
એ રેગેને પહેલા એળખવા, પછી સારા જાણકાર પાસે ઈલાજ કરાવો
કેટલાક તે આત્માના રોગને રોગ જ સમજતા નથી ઉલટા તેથી ખુશ થાય છે તેનું શું ? ખરેખર તેઓ દયા-પાત્ર છે
દરેકના આત્મા રોગથી મુક્ત બને એ વિચારણા કરતા પહેલાં પોતાના આત્માને રેગથી થડે પણ બચાવવા યત્ન કરવો જરૂરી છે. रोग: पुरोग: पुरमध्यवती, सम्यग् भिषग्दर्शितभैषजेन । यत्नेन दुरीक्रियते तथैव, योग समाधाय हरात्मरोगम् ॥२७॥
(૨૮) જે લક્ષ્મી મેળવવી હોય તો તા. ૧૨-૧-૫૪
જે તમારે લમી મેળવવી હોય, પૈસા-ધન-દોલતસંપત્તિ જોઈતી હોય, લક્ષાધિપતિ અને કોઠાધિપતિ થવું હોય તે નીચેના ઉપાયોને અમલ કરજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com