________________
તિમિલન
[૨૫] ૧. ભણવામાં આળસ ન કરવી. ૨. વાત કરવી અને લખવું-એ બે કામ સાથે ન કરવા. ૩. પિતાના નામની દુકાનમાં બીજાની સત્તા ન રાખવી. ૪. જ્યાં પિતાને જવાનું ન હોય ત્યાં નામ ન ચલાવવું. ૫. નામું લખવામાં આળસ ન રાખવી.
૬. માથે દેવું ન કરવું થયું હોય તો તેમાંથી જલદી છૂટા થવું
૭. પોતાના દેશમાં દુ:ખ અને કષ્ટ હોય તે પરદેશ જવું. આટલું કરવાથી જરૂર લક્ષમી દેવી-લક્ષમી માતા તમારા ઉપર પ્રસન્ન થશે. ઉપરના સાતમાંથી એક પણ બની શકે તેમ ન હોય તે છેવટને એક ઉપાય એ છે કે “ધર્મ” સાથે ખરા જિગરની દોસ્તી કરવી. એટલું કરો ને પછી કહે છે કે વાત ખરી છે કે બેટી!
लक्ष्मी यदीच्छसि तदा तव भाग्यलक्ष्मी, धर्म विधाय विशद कुरु सत्वर त्वम् । नो चेत् करिष्यसि यदि त्वमनन्तयत्न, लक्ष्मीस्तवाभिवदना न तदा कदापि ॥२८॥
(૨૯) ચેતતા રહેજે તા. ૧૨-૧-૫૪
કેટલાએક પદાર્થો એવા હોય છે કે તેને પરિચય જીવને ઘણે મીઠે લાગે છે. એને સમાગમ શરૂમાં આનંદ આપે છે–ગમે છે. કાંઈ તેનાથી નુકશાન નથી એમ દરેકને જણાય છે-પણ એ સત્ય નથી. વખત જતાં તેના પરિણામ ઘણા ગંભીર આવે છે. તેવાએથી ચેતતા રહેવાની ખાસ જરૂર છે. તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com