________________
હિતાવતના
[૧૩]
पितयं यतन त्यज मूढमते ! ગુજરાત રાજય થવા
(૧૪) ભીખ માંગતા શિખે તા. ૨૦-૧૨-૫૩
તમને કેાઈ કહે કે “ભીખ માંગતા શિખ” તો તમને કદાચ આશ્ચર્ય થશે, પણ આશ્ચર્ય પામવાની જરૂર નથી. તમે કહેશે કે- હુ ભીખ માંગતા નથી, મારે ભીખ માગવી નથી અને ભીખ માંગતા શિખવું નથી. પણ તમારું કહેવું સાવ ખોટું છે.
અમે તમને જોઈએ છીએ કે તમારી એક પણ ક્ષણ એવી નથી કે તમે ભીખ ન માંગતા હો ! ફક્ત અમને લાગે છે કે તમને ભીખ માંગતા આવડતી નથી. એ શિખવવાની જરૂર છેઃ
તમે જ્ઞાની પાસે અજ્ઞાનની ભીખ માંગે છે. તમે સંયમી પાસે વિષયની ભીખ માંગે છે. તમે અપરિગ્રહી પાસે પરિગ્રહને ચાંગે છે. તમે વીતરાગ પાસે રાગનાં સાધને માંગે છે
જરી શાંત ચિત્તે વિચાર કરજે. તમને તમારી ભૂલ સમજાશે. અમે તમને તમારા હિત માટે કહીએ છીએ કે તમે ભીખ જરૂર માંગે પણ ભીખ માંગતાં શિખીને ભીખ માંગો. ભીખ માંગતાં આવડશે એટલે તમારે ભીખ માંગ. વાનું છૂટી જશે.
भिक्षा भवे निवसतामुचिता निकाम, यन्नास्ति यन्निकटमेतदसौ न दाता । याच्यं ततः समुचित सफलं यथा स्थात्, પાણા હતાં પરીપતરામદે: છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com