Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૧૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અને યુરોપના જુદા જુદા ભાગોમાં ફેલાઈ તે પહેલાં ઘણું સુધરેલી સ્થિતિમાં હતી. એ લેકે ખેતીના કામમાં કુશળ હતા, લુગડાં વણ જાણતા હતા, ધાતુઓના ઉપયોગથી જાણતા હતા, વહાણે બનાવતા, તેમજ રક્ષણ માટે અને શત્રુઓને પ્રહાર કરવા માટે તલવાર, ભાલે, ઢાલ, અને તીરકામઠાં જેવાં અસ્ત્રશસ્ત્રને ઉપયોગ કરી જાણતા હતા. તેમને સે સુધી સંખ્યાનું જ્ઞાન હતું. “હજાર’ને માટે આર્ય ભાષાઓમાં સામાન્ય શબ્દ નથી. તેમણે કેટલાક તારાઓનું અવેલેકન કરી તેને નામ આપ્યાં હતાં. તેઓ કાળની ગણના ચન્દ્રની ગતિ પરથી કરતા. તેઓ કુદરતની શક્તિઓને દૈવી માની તેને પૂજતા. તેમનામાં અનેક ટેળીઓ હતી અને તે ટેળીઓના જુદા જુદા સરદાર હતા. તેમનામાં રાજા નહોતા. તેઓ કુટુંબની વ્યવસ્થાથી પરિચિત હતા. કુટુંબનાં માણસ ઘણા સ્નેહભાવથી ભેગાં રહેતાં. તેમનામાં સ્ત્રીની પદવી પ્રતિષ્ઠિત હતી. આવી હકીકત યુરેપ અને એશિઆની ભાષાએને મુકાબલે અભ્યાસ કરી ભાષાવિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. એ બધી ભાષાઓમાં એટલું બધું મળતાપણું છે કે તે બધીનું મૂળ એકજ હોવું જોઈએ એવું અનુમાન ખરું લાગે છે. ઘણું સંસ્કૃત ધાતુઓ આર્ય ભાષાની જુદી જુદી શાખાઓમાં માલમ પડે છે. પાશ્ચાત્ય વિદ્વાનેએ એ ભાષાઓને આર્ય ભાષા કે ઈડે-યુરોપીઅન ભાષા કહી છે.
ઈડેચુરેપીઅન ભાષા-ગંગાકિનારાથી આઇલૅન્ડ સુધી અને સ્વીડનથી કીટ સુધી આર્ય પ્રજાની શાખાઓ પ્રસરી ગઈ હતી. હિંદુસ્તાનને ઘણખરે ભાગ, અફગાનિસ્તાન, ઈરાન, અને આર્સિનિઆ, એટલા એશિઆના ભાગ અને રશિઆને પિણે ભાગ, સ્વીડન
અને નોર્વને ઘણેખર પ્રદેશ, અને બાસ્ક, હંગરિ,ને તુર્કસ્તાન સિવાય યુરેપના બધા ભાગમાં ઈડે-યુપીઅન પ્રજાની જુદી જુદી ટેળીઓ ફેલાઈ ગઈ હતી.