Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૧૨
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ધાતુના અર્થમાં ફેર પડે છે; જેમકે, કતલ=તેણે માર્યું; કુતિલ=ને મરાયો; કલ=ખૂન કરનાર; કિલ્લશત્રુ; કિતલુeઘા
સેમિટિક ભાષાઓમાં ઉપસર્ગ અને પ્રત્યયોથી શબ્દ બને છે, પણ તેમાં પ્રત્યયો પર પ્રત્યયો આવતા નથી. તેમાં કૃદન્ત પર તદ્ધિત આવી સાધિત શબ્દ પરથી પુન:સાધિત શબ્દ બનતા નથી. સેમિટિક ભાષાઓમાં નામને ત્રણુજ વિભક્તિ હોય છે અને એટલી પણ એ વર્ગની બધી ભાષાઓમાં હતી નથી. ઈંડો-યુરોપીઅન ભાષામાં ત્રણ કાળ છે તેવા તેમાં ત્રણ કાળ નથી, માત્ર બેજ છે. એક સંપૂર્ણ થયેલી ક્રિયા અને બીજો અધુરી ક્રિયા બતાવે છે. ક્રિયાપદનાં બીજા ને ત્રીજા પુરુષનાં રૂ૫ કર્તા કયા લિંગમાં છે તે દર્શાવે છે.
ઘણું ભાષાશાસ્ત્રીઓ પ્રત્યયરહિતા, સમાસાત્મિકા, અને પ્રત્યયાત્મિકા, એ ત્રણ, ઉપર દર્શાવેલી ભાષાની સ્થિતિ ભાષાના કમિક વિકાસથી થઈ છે એમ માને છે. પ્રત્યયાત્મિક સ્થિતિમાં પૂર્વની બે સ્થિતિનાં ચિહ્ન જોવામાં આવે છે. તેમાં એકસ્વરી સ્થિતિમાં જોવામાં આવતા શબ્દસમૂહ તથા સામાસિક સ્થિતિમાં જોવામાં આવતા સમાસ માલમ પડે છે. ઘણું ઉપસર્ગ અને પ્રત્યય આરંભમાં સ્વતંત્ર શબ્દ હતા, તે સામાસિક સ્થિતિમાં શબ્દની સાથે જોડાયા, અને છેવટે પ્રત્યયાત્મિકા સ્થિતિમાં પૂર્વગ અને પ્રત્યયરૂપ થયા.
દેવ સરખો–પ્રત્યયરહિતા સ્થિતિ દેવસદશ-સમાસાત્મિકા સ્થિતિ દિવ્ય-પ્રત્યયાત્મિકા સ્થિતિ
એકસ્વરી અને સામાસિક સ્થિતિમાં ધાતુમાં કે સંપૂર્ણ શબ્દભાગમાં ફેરફાર થતો નથી. ફેરફાર માત્ર ગૌણ શબ્દભાગમાં થાય છે. પ્રત્યયાત્મિકા સ્થિતિમાં ધાતુમાં પણ ફેરફાર થાય છે.
* અંગ્રેજીમાં Like God–Monosyllabic (એકસ્વરી; પ્રત્યયરહિતા) God-like-Agglutinative (સમાસાત્મિકા; સંયેગાત્મિક) God-ly-Inflectional (પ્રત્યયાત્મિક)