Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ તું” અને “સિઝ=‘તમે.” “સેવ-એ-સેન'=તું ચાય છે; “સેવ-એરસિઝ =તમે ચહાઓ છે,
સેવએર' એ અંગ અને પુરુષવાચક પ્રત્યયની વચ્ચે “ડિ” મૂકવાથી ભૂતકાળ બને છે; જેમકે,
સેવએર-ડિ–ન=નું ચહાતો હતે. સેવએર-ડિ–નિઝ=તમે ચહાતા હતા. મેક એ હેત્વર્થ કૃદન્તનું ચિહ્ન છે; “સેવ–મેક'=ચહાવું.
વળી શબ્દના બે ભાગની વચ્ચે પ્રેરક, અભાવ, પરસ્પર ક્રિયા કરવી, ક્રિયા ખમવી, એવા અર્થના શબ્દ મૂકી એક મેટો શબ્દ બનાવી શકાય છે.
આ પ્રકારમાં સાદામાં સાદીથી તે ગુંચવણમાં ગુંચવણભરેલી ભાષાઓ આવેલી છે. જાપાનીઝ ભાષા સાદી છે. બાસ્ક ભાષા ગુંચવણભરેલી છે. ગિનિના કિનારા પર બેલાતી ભાષામાં નિર્માલ્ય છે. કેટલીક, તુક જેવી સમૃદ્ધ છે કેટલીકમાં ઉમેરેલા શબ્દ પ્રત્યય તરીકે અને કેટલીકમાં ઉપસર્ગ તરીકે વપરાય છે. કેટલીકમાં જાતિ નથી અને કેટલીકમાં વચન નથી.
બધી સામાસિક ભાષાઓમાં, ખરું જોઈએ તે, ક્રિયાપદ છેજ નહિ. પુરુષવાચક, સ્થળવાચક, કે કાળવાચક પ્રત્યયથી દરેક નામ કે વિશેષણ ક્રિયાપદનું સ્વરૂપ ધારણ કરે છે.
દ્રાવિડ ભાષા સામાસિક છે. આમાં મુખ્ય ચાર પ્રાન્તિક ભાષા છે –૧. વાયવ્યમાં, કૃષ્ણ નદીના ઉપલાણના પ્રદેશમાં કાનડી ભાષા બોલાય છે; ૨. ઈશાનમાં, ગોદાવરી અને કૃષ્ણના નીચલા ને મધ્ય ભાગનાં સ્થાનમાં અને કારમાંડલ કિનારા પર તેલુગુ ભાષા બેલાય છે; એ ભાષા ઘણી કામી છે; ૩. પૂર્વ કિનારે, દેશના મધ્ય ભાગમાં, મદ્રાસ, તાંજોર, ને ત્રાવણકોર પ્રાન્તમાં પૉડિચરિ અને કારિકલમાં તામિલ ભાષા બોલાય છે; ૪. પશ્ચિમમાં કોચીન અને કાનાનુરની માંહે અને તેની પાસે મલાયલમ બેલાય છે. સિલેનની ઉત્તરે તામિલ બોલાય છે. પાલીનું સ્થાન તામિલે લીધું છે.