Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०७०
• વર્ધમાનમતે મુનિર્વવનમ્ • द्वात्रिंशिका-३१/१ दुःखप्रागभावाऽसमानदेशत्वं वर्धमानग्रन्थे श्रूयते । दुःखप्रागभावविशेषणम् । दुःखध्वंससमकालीनव्यधिकरणदुःखप्रागभावमादाय मा भूद् मैत्रीयदुःखध्वंससमानकालीनदेवदत्तीयदुःखप्रागभावव्यधिकरणदुःखध्वंसे संसारिमैत्राऽऽश्रिते मुक्तिलक्षणाऽतिव्याप्तिरिति समानाधिकरणत्वं दुःखप्रागभावविशेषणम् । ततश्चेदं फलितं यदुत दुःखध्वंससमकालीनत्वे सति दुःखध्वंससमानाधिकरणो यो दुःखप्रागभावः तद्व्यधिकरणो दुःखध्वंसो मुक्तिरिति वर्धमानग्रन्थे = गङ्गेशोपाध्यायतनयवर्धमानोपाध्यायरचिते प्रकाशाभिधाने तत्त्वचिन्तामणिव्याख्याने किरणावलीविवरणे च श्रूयते । પ્રકાશ' નામની વ્યાખ્યામાં સંભળાય છે કે સમાનકાલીન અને સમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવના અધિકરણથી ભિન્ન અધિકરણમાં રહેવું એટલે દુઃખધ્વંસગત પરત્વ = આત્યંતિકપણું. (પ્રસ્તુતમાં વર્ધમાન ઉપાધ્યાયનો આશય એ છે કે દુઃખ ભોગવાય એટલે દુઃખનો ધ્વંસ થઈ જાય. એટલે માત્ર દુઃખધ્વંસને મોક્ષ માનવામાં આવે તો આપણે બધા મુક્ત છીએ એમ માનવું પડે. કારણ કે ઘણા બધા દુઃખધ્વસ આપણામાં રહેલા છે. જે જે દુઃખો ભોગવી લીધેલા છે તે તે દુઃખોના ધ્વસો તો તમામ સંસારી જીવમાં રહેલ જ છે. માટે સંસારી જીવને મુક્ત માનવાની સમસ્યા ઊભી ન થાય તે માટે માનવું જોઈએ કે આત્યંતિક દુઃખધ્વસ એટલે મોક્ષ. આત્યંતિક દુઃખોચ્છેદનો અર્થ એ છે કે જે દુઃખધ્વંસ ઉત્પન્ન થયા પછી ભવિષ્યમાં કયારેય પણ તે આત્મામાં કોઈ પણ દુઃખ ઉત્પન્ન ન થાય તે દુઃખધ્વસ. આત્યંતિક દુઃખનાશ સ્વરૂપ હોવાથી તે મોક્ષસ્વરૂપ બને.)
નવજાયની પરિભાષા મુજબ વિચાર કરીએ તો કહી શકાય કે સ્વસમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુઃખપ્રાગભાવના અધિકરણથી ભિન્ન અધિકરણમાં રહેલ દુઃખધ્વસ એ પર = આત્યંતિક દુઃખધ્વસ છે. એ જ મોક્ષ છે. જે આત્મામાં ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન થવાનું હોય ત્યાં દુ:ખનો પ્રાગભાવ રહેલો હોય છે. માટે તે આત્મામાં રહેલ દુઃખધ્વંસ દુઃખપ્રાગભાવનું સમાનાધિકરણ બને, વ્યધિકરણ ન બને. માટે તે આત્માની મુક્તિ ન કહેવાય. કારણ કે દુઃખપ્રાગભાવવ્યધિકરણ એવો દુઃખધ્વંસ જ્યાં હોય ત્યાં જ મોક્ષ હોય અર્થાત્ દુઃખપ્રાગભાવવ્યધિકરણ એવા દુઃખધ્વંસનો આશ્રય બનેલો આત્મા જ મુક્ત થયો એમ કહેવાય. જો કે આવું કહેવામાં પણ એક તકલીફ તો આવે જ છે કે મુક્તાત્મામાં રહેલ દુઃખધ્વસ પણ પૂર્વકાલીન દુઃખપ્રાગભાવનો સમાનાધિકરણ જ છે. કેમ કે તે આત્મામાં પૂર્વે સંસારદશામાં દુઃખપ્રાગભાવ રહેલ જ હતો. આથી અવ્યાપ્તિ દોષ આવશે. આના નિરાકરણ માટે એમ કહી શકાય કે સ્વસમાનકાલીન એવા દુઃખપ્રાગભાવના અધિકરણમાં ન રહેનારો એવો દુઃખધ્વસ એટલે મોક્ષ. “સ્વ” શબ્દથી વિવક્ષિત દુઃખધ્વસનું ગ્રહણ કરવું. મુક્તાત્મામાં રહેનારો દુ:ખનાશ આવો જ છે. દુઃખધ્વંસસમાનકાલીન એવા દુઃખપ્રાગભાવના અધિકરણ બનેલા સંસારી જીવોમાં તે દુઃખધ્વંસ નથી રહેતો પણ તથાવિધ દુઃખપ્રાગભાવના અનધિકરણ એવા મુક્તાત્મામાં તે દુ:ખોછેદ રહે છે. આમ છતાં અહીં એક તકલીફ આવશે કે ચૈત્રમાં રહેલો દુઃખધ્વસ પણ દેવદત્તના જીવમાં રહેલા દુઃખપ્રાગભાવનો સમાનકાલીન જ છે. તેથી દુઃખધ્વંસસમાનકાલીન દેવદત્તીય દુઃખપ્રાગભાવનો વ્યધિકરણ ચૈત્રીય દુઃખધ્વંસ થવાથી સંસારી ચૈત્રને પણ મુક્ત માનવો પડશે. અર્થાત્ સમાનકાલીન દેવદત્તીયદુઃખપ્રાગભાવવ્યધિકરણત્વ ચૈત્રગત દુઃખપ્રધ્વંસમાં રહેવાથી તે દુઃખધ્વંસમાં મુક્તિલક્ષણની અતિવ્યાપ્તિ આવશે.
આ અતિવ્યાપ્તિના નિરાકરણ માટે દુઃખપ્રાગભાવનું “સ્વસમાનાધિકરણ' આ પ્રમાણે બીજું એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org