Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• सिद्धसाधनादिनिवारकविशेषणसाफल्यम् •
२०८१ 'दुःखानधिकरणे'त्यादिकरणे खण्डप्रलयेनाऽर्थान्तरता स्यादिति दुःखप्रागभावनिवेशः ।
सत्कार्यमात्रवृत्तित्वादिति हेतुः । वृत्तित्वमात्मत्वे व्यभिचारि, ऽवयवानाञ्चाऽविशेषरूपेण दुःखप्रागभावस्येव दुःखस्याप्यनधिकरणत्वात्, ततश्च नोदाहरणाऽसिद्धिरिति गौरवेण दुःखप्रागभावपर्यन्तमनुधावनं, व्यर्थमिति वाच्यम्, इत्थं 'दुःखाऽनधिकरणे'त्यादिकरणे = दुःखाऽनाधारवृत्तिध्वंसप्रतियोगिसमवेतत्वस्य साध्यत्वोपगमे खण्डप्रलयेन अर्थान्तरता स्यात्, तस्य दुःखाऽनधिकरणत्वाद् इति खण्डप्रलयेनाऽर्थान्तरतानिराकरणाय साध्यकुक्षौ दुःखप्रागभावनिवेशः कृतः। खण्डप्रलयस्य कार्यद्रव्याऽनधिकरणत्वं, भाविसृष्टिसम्पादनकृतेऽदृष्टं तु तदा तथैवाऽवतिष्ठते । एवमेवोत्तरकालीनसृष्टिभाविदुःखप्रतियोगिकः प्रागभावोऽपि तदाऽनाबाध एव। अतः प्रागभावनिवेशे तु न खण्डप्रलयेनाऽर्थान्तरता ।
महाप्रलयस्य तु कार्यमात्राऽनधिकरणत्वं सर्वजीवानां तदा मुक्तत्वेनाऽदृष्टस्याऽपि तदा विनष्टत्वात् । प्रागभावपदाऽनिवेशे च सर्वमुक्त्यसिद्धिः स्यात्, दुःखाऽनाधारखण्डप्रलयस्य सर्वमुक्तिमृतेऽपि सम्भवात् । एतावता साध्यताऽवच्छेदकगौरवकल्पनाऽपि निराकृता, व्यभिचारनिवारकस्येव सिद्धसाधनादिनिवारकस्याऽपि विशेषणस्य पक्षधरमित्रैः सार्थकत्वाऽभ्युपगमेन गौरवप्रामाण्यात् ।
सत्कार्यमात्रवृत्तित्वादिति प्रकृतसाध्यप्रसाधको हेतुः । न च वृत्तित्वादित्येवाऽस्तु हेतुप्रयोगो लाघवादिति वाच्यम्, ध्वंसत्वे व्यभिचारात् । एतेन समवायसम्बन्धाऽवच्छिन्नवृत्तित्वस्यैवास्तु हेतुत्वमिति निरस्तम्, यतः समवायसम्बन्धाऽवच्छिन्नं अपि वृत्तित्वं आत्मत्वे व्यभिचारि । आत्मत्वस्य समवेतत्वेऽपि દ્વારા અર્થાન્તર દોષ લાગુ પડશે. તે આ રીતે- જેમ મહાપ્રલય દુઃખનું અનધિકરણ છે તેમ ખંડપ્રલય પણ દુઃખનું અનધિકરણ જ છે. ખંડ પ્રલય વખતે કોઈ પણ દુઃખ વિદ્યમાન નથી હોતું. તેથી દુઃખાનધિકરણ ખંડપ્રલયમાં રહેનાર દુઃખધ્વંસના પ્રતિયોગી એવા દુઃખમાં દુઃખત્વ રહેશે. આવું સાધ્ય ઉપરોક્ત અનુમાનપ્રયોગથી સિદ્ધ થઈ જશે. આમાં સર્વ જીવોની મુક્તિ થવાની વાતને કોઈ લેવા-દેવા જ નથી. આમ તો વિનાયકને બનાવવા જતાં વાનરની સિદ્ધિ થઈ જવા જેવી ઘટના બનશે. આ અર્થાન્તર દોષના નિવારણ માટે પ્રાગભાવનો સાધ્યકોટિમાં પ્રવેશ કરવો જરૂરી છે. ખંડપ્રલય દુઃખનું અનધિકરણ હોવા છતાં પણ દુઃખના પ્રાગભાવનું તો અધિકરણ જ છે. ખંડપ્રલય પછી સૃષ્ટિનું નિર્માણ થવાનું છે જ. તે વખતે જીવો દુઃખી થવાના છે જ. તેથી ખંડપ્રલયમાં ઉત્તરકાલીન સૃષ્ટિમાં ઉત્પન્ન થનાર દુઃખોનો પ્રાગભાવ માનવો જરૂરી છે. ખંડપ્રલય દુઃખપ્રાગભાવનું અનધિકરણ ન હોવાથી તેની બાદબાકી કરવા દુઃખાનધિકરણ કહેવાના બદલે ‘દુઃખપ્રાગભાવઅનધિકરણ' આવું સાધ્યકોટિમાં જણાવેલ છે. આવું કરવાથી અર્થાન્તરદોષ નહિ આવે તથા મહાપ્રલયની તથા સર્વજીવમુક્તિની સિદ્ધિ થઈ જશે. અર્થાન્તરદોષ નિવારક હોવાથી પ્રાગભાવનિવેશપ્રયુક્ત સાધ્યતાઅવચ્છેદક ગૌરવ દોષસ્વરૂપ નહિ બને. ફલમુખગૌરવ પ્રામાણિક હોવાથી આદરણીય છે. કાર્યસાધક હોય તે દોષ નહિ પણ ગુણ કહેવાય. આ રીતે સાધ્યકોટિમાં પ્રવેશ કરેલા પ્રત્યેકપદોની આવશ્યકતા સિદ્ધ કરી.
ફ સર્વજીવમુક્તિસાધક હેતુની વિચારણા હ સ0 | હવે હેતુની વિચારણા કરવામાં આવે છે. સત્કાર્યમાત્રવૃત્તિત્વ હેતુ છે. જો માત્ર વૃત્તિત્વને હેતુ બતાવવામાં આવે તો તે વ્યભિચારી બની જાય. કારણ કે આત્મત્વ આત્મવૃત્તિ હોવાથી હેતુઅધિકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org