Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१३८
क्रमिकाsक्रमिकोपयोगस्थापना
क्रमिकाऽक्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र व्यवस्थापितत्वात् ।।२१।।
इत्थं चात्र 'दुःखं मा भूदि त्युद्देशे दुःखहेतुनाशविषयकत्वं फलितमित्येतदन्यत्राऽप्यतिदिशन्नाह'अन्यत्राऽप्यसुखं मा भून्माङोऽर्थेऽत्राऽन्वयः स्थितः । दुःखस्यैवं समाश्रित्य स्वहेतुप्रतियोगिताम् । । २२ । । प्रयत्नयोः कार्य-कारणभावाऽभ्युपगमे विरोधविरहात् । न च परस्पराऽनुस्यूतैकोपयोगरूपत्वे क्रमिकत्वं तत्र कथम्? इति शङ्कनीयम् प्राक् पूर्वापरभावेन दुःखद्वेष - दुःखोत्पादककर्मद्वेषावुपयोगो गोचरीकुरुते, दुःखद्वेषकाले दुःखजनककर्मगोचरज्ञानादिविरहात् । ऊहापोहादिनोत्तरकालं तत्सत्त्वे च युगपत् तावुपयोगो विषयीकुरुते, उभयसामग्रीसत्त्वात् । इत्थं दुःखद्वेष- दुःखोत्पादकद्वेषौ क्रम - यौगपद्याभ्यामुपयोगो विषयीकुरुते क्रमिकाऽक्रमिकोभयस्वभावत्वादुपयोगस्य । न चोपयोगभेदादेकत्रोभयस्वभावाऽसमावेश इति शङ्कनीयम्, उपयोगैक्येऽपि तदविरोधात्, स्वतन्त्रेऽन्तर्मुहूर्त्तमानत्वात् तस्य । कथमन्यथा 'अन्तर्मुहूर्त्तमात्रमहं घटज्ञानतज्ज्ञानादिपरिणत आसम्' इत्यबाधितस्वरसवाहि- सार्वजनीनाऽनुभवोऽपि सङ्गच्छेत् ? क्रमिकाऽक्रमिकोभयस्वभावोपयोगस्य तत्र तत्र स्याद्वादकल्पलताऽष्टसहस्रीतात्पर्यविवरणादौ व्यवस्थापितत्वात् = ઞામयुक्त्यनुभवप्रमाणादितः साधितत्वात् इहापि पातञ्जलयोगलक्षणद्वात्रिंशिकाविवरणे ( द्वा. द्वा. ११/२९ भाग. ३ પૃ.૮૨૧) શિતત્વાન્દ્વ પ્રવૃત્તે નૈ પ્રતન્યતે રૂ૧/૨૧||
द्वात्रिंशिका - ३१/२२
દ્વેષ સ્વભાવથી નથી પણ કર્મ દુઃખને લાવે છે તથા દુ:ખ પોતાને ગમતું નથી- માટે કર્મ પ્રત્યે દ્વેષ ઊભો થાય છે. માટે દુઃખદ્વેષ કારણ છે અને દુ:ખજનક કર્મ પ્રત્યેનો દ્વેષ તેનું કાર્ય છે. આવું માનવું જરૂરી છે. પછી ભલે તે બન્ને પરસ્પરઅનુવિદ્ધ એક ઉપયોગસ્વરૂપે અનુભવાય પણ તે બન્નેનો પ્રારંભ ક્રમિક હોવાથી તે બન્ને વચ્ચે કાર્યકારણભાવ નિરાબાધ છે. દુઃખને લાવનાર કોણ છે ? એવું જ્ઞાન જ્યાં સુધી ઉત્પન્ન ન થયું હોય ત્યાં સુધી દુ:ખજનકકર્મવિષયક દ્વેષ નથી હોતો પણ અનાદિકાલીન દુ:ખદ્વેષ જીવમાં પડેલ હોય છે. આમ દુ:ખદ્વેષનો ઉપયોગ અને કર્મદ્વેષનો ઉપયોગ ક્રમિક હોય છે; ભિન્નકાલીન હોય છે. પણ ‘કર્મના કારણે જ ભયંકર દુઃખો આવે છે' આવો સાચો-પાકો નિશ્ચય થતાં જ વિવેકી જીવને દુઃખોત્પાદક કર્મ પ્રત્યે પણ દ્વેષ ઊભો થાય છે. પછી દુઃખદ્વેષ અને દુઃખોત્પાદકવિષયક દ્વેષ- આ બન્ને એકીસાથે ચાલતા રહે છે. તે બન્ને પરસ્પર અનુવિદ્ધ થઈ જાય છે. એક જ ઉપયોગ સાથે તે બન્ને સંગતિ કરે છે. આમ પહેલાં ઉપયોગ ક્રમશઃ તે બન્નેને પોતાનો વિષય બનાવતો હતો. હવે ઉપયોગ બન્નેને એકીસાથે- યુગપત્ત્ક્રમ વિના અક્રમિકપણે પોતાનો વિષય બનાવે છે. આમ ઉપયોગ પણ ક્રમિક-અક્રમિક ઉભયસ્વભાવ ધરાવે છે. આ વાતનું તે તે ગ્રંથોમાં વિસ્તારથી પ્રતિપાદન કરેલું છે. માટે અહીં તેનો વિસ્તાર કરતા નથી. (૩૧/૨૧)
આ રીતે દુ:ખનો દ્વેષ દુઃખોત્પાદકવિષયક દ્વેષથી અનુવિદ્ધ સિદ્ધ થવાથી પ્રસ્તુતમાં ‘મને દુ:ખ ન થાઓ' આ પ્રમાણે જે ઉદ્દેશ છે તેનો વિષય છે દુઃખોત્પાદક કારણોનો નાશ- આવું ફલિત થાય છે. આથી આ બાબતનો અન્યત્ર પણ અતિદેશ કરતા ગ્રંથકારશ્રી કહે છે કે
પ્રાયશ્ચિત્તસ્થલીય ઉદ્દેશની વિચારણા
ગાથાર્થ :- બીજા સ્થળમાં પણ ‘દુ:ખ ન થાવ' આવા ઉદ્દેશમાં ‘ન' શબ્દનો અર્થ છે ધ્વંસ. આ રીતે દુઃખનો સ્વèતુપ્રતિયોગિતાના આધારે ધ્વંસમાં અન્વય સિદ્ધ થાય છે. (૩૧/૨૨)
છુ. હસ્તાવશે ‘અત્રત્રા...' ચશુદ્ધ: પાદ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org