Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१८८
- પ્રોવસંહાર: ૦
द्वात्रिंशिका-३२/३२
यदीया दृग्लीलाऽभ्युदयजननी मादृशि जने जडस्थानेऽप्यर्कद्युतिरिव जवात् पङ्कजवने । स्तुमस्तच्छिष्याणां बलमविकलं जीतविजयाऽऽभिधानां विज्ञानां कनकनिकषस्निग्धवपुषाम् ।।४।। प्रकाशार्थं पृथ्व्यास्तरणिरुदयाद्रेरिह यथा यथा वा पाथोभृत्सकलजगदर्थं जलनिधेः । तथा वाणारस्याः सविधमभजन् ये मम कृते सतीर्थ्यास्ते तेषां नयविजयविज्ञा विजयिनः ।। ५ ।। यशोविजयनाम्ना तच्चरणाऽम्भोजसेविना । द्वात्रिंशिकानां विवृतिश्चक्रे तत्त्वार्थदीपिका || ६ || महार्थे व्यर्थत्वं क्वचन सुकुमारे च रचने बुधत्वं सर्वत्राऽप्यहह ! महतां कुव्यसनिताम् । नितान्तं मूर्खाणां सदसि करतालैः कलयतां खलानां साद्गुण्ये क्वचिदपि न दृष्टिर्निविशते ॥ ७ ॥ अपि न्यूनं दत्वाभ्यधिकमपि संमील्य सुनयैर्वितत्य व्याख्येयं वितथमपि सगोप्य विधिना । अपूर्वग्रन्थार्थप्रथनपुरुषार्थाद्विलसतां सतां दृष्टिः सृष्टिः कविकृतिविभूषोदविधौ ।।८।।
यैरिष्टफलसिद्ध्याद्याः सिद्धान्ता हि सुरक्षिताः । साम्प्रतं कलिकालेऽपि सङ्घैक्याय कृतश्रमाः । । ४ । । न्यायविशारदैर्यैस्तु ह्यष्टोत्तरशतौलिकाः । वर्धमानाभिधानस्य तपसोऽपि कृता मुदा 11411 राजन्ते साम्प्रतं धन्याः तत्पट्टगगनाङ्गणे । श्रीजयघोषसूरीशा रोहिणीपतिकान्तयः ।।६।। सकलसङ्घमध्ये हि सूरिपदार्पणक्षणे स्वगुरुदत्तसिद्धान्तदिवाकरपदान् स्तुवे 11911
I
જેમ પંકજવનમાં સૂર્યની કાંતિ ઝડપથી અભ્યુદયને = વિકાસને કરે તેમ જે લાભવિજયજી મહારાજની દૃષ્ટિલીલા મારા જેવા જડને વિશે પણ ઝડપથી અભ્યુદયને કરે છે તે લાભવિજયજી ઉપાધ્યાયના શિષ્ય ઉપાધ્યાયશ્રી જીતવિજયજી થયા. તેમનું શરીર સોનાની પરીક્ષા માટે કસોટી પત્થર જેવી સ્નિગ્ધ કાંતિવાળું હતું. તેઓ અત્યંત વિદ્વાન હતા. તેમના અતુલ પરિપૂર્ણ બળની અમે સ્તવના કરીએ છીએ. (૫) તે જીતવિજયજી ઉપાધ્યાય મહારાજના ગુરુભાઈ પંડિતશિરોમણિ ઉપાધ્યાયશ્રી નયવિજયજી
મહારાજ છે. જેમ પૃથ્વીને પ્રકાશવા માટે- અજવાળવા માટે સૂર્ય ઉદયાચલની પાસે જાય અથવા તો જેમ આખા જગત ઉપર ઉપકાર કરવા માટે નિસ્વાર્થભાવે વાદળ દરીયાની નજીક જાય તેમ મારા (અભ્યાસ) માટે તે ગુરુદેવશ્રી નયવિજયજી મહારાજ કાશીની પાસે ગયા હતા. તે ગુરુદેવશ્રી નયવિજયજી મહારાજ વર્તમાનમાં જયવંતા વર્તે છે.
(૬) તે ગુરુદેવશ્રી નયવિજયજી ઉપાધ્યાયના ચરણકમળની સેવા કરનારા યશોવિજય નામના શિષ્ય દ્વારા દ્વાત્રિંશિકા મૂળ ગ્રંથ ઉપર તત્ત્વાર્થદીપિકા નામની સંસ્કૃત વ્યાખ્યા કરાયેલ છે. (૭) મહાપુરુષોની શાસ્રરચનામાં કયાંક મહાન ગંભીર અર્થ રહ્યો હોય ત્યાં વ્યર્થતાને જે જુએ તથા સાવ
સરળ રચના કોઈક શાસ્ત્રકાર કરે તો ‘ઓહો ! કેવી પંડિતાઈ છે !' આ પ્રમાણે સર્વત્ર ઊલટું જોવાનું જ જેને વ્યસન પડી ગયું હોય તેવા દુર્જનોની દૃષ્ટિ કયારેય પણ સારા ગુણોમાં જતી જ નથી. ખરેખર તે દુર્જનો અત્યંત મૂર્ખાઓની સભામાં હાથેથી તાળી પાડનારા હોય છે.
(૮) સજ્જનોની તો વાત જ ન્યારી છે. ગ્રંથરચનામાં ક્યાંક કદાચ ન્યૂનતા રહી હોય તો જરૂરી
વધુ શબ્દો ત્યાં જોડીને તથા વ્યાખ્યા કરવા યોગ્ય પદાર્થને સુંદર નયોથી ફેલાવીને-પહોળો કરીને તેમજ અનાભોગથી ક્યાંક ખોટું લખાયું હોય ત્યાં પણ વિધિપૂર્વક તેને ઢાંકીને અપૂર્વ ગ્રન્થના અર્થોને પ્રસિદ્ધ કરવાના પુરુષાર્થથી જગતમાં ફરનાર-તત્ત્વજ્ઞાનવિલાસ કરનારા સજ્જનોની દૃષ્ટિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International