Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१९२
• અનુપ્રેક્ષાનો આદર્શ •
છે ૩૨- નયલતાની અનુપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. સજ્જનોની વાણી અમૃતથી ચઢિયાતી અને સજ્જનની કૃપા શ્રુતનો શ્રેમ કરનારી કઈ રીતે? ૨. સજ્જનનો અનુગ્રહ ભયનો ઉચ્છેદક કઈ રીતે છે તે દૃષ્ટાન્તસહિત સમજાવો. ૩. કાર્યનાં ભેદથી સજ્જન અને દુર્જનનો ભેદ જણાવો. ૪. ગ્રંથકારશ્રીની ગુરુપરંપરાનું સ્મરણ જણાવો. ૫. ગ્રંથકારશ્રીના ગુરુ મ.સા.નું નામ જણાવી તેમના ઉપકારનું સ્મરણ કઈ રીતે કરે છે ? તે જણાવો. ૬. ગુરુના સ્મરણનો પ્રભાવ શું છે તે જણાવો. ૭. ગ્રંથકારશ્રી પોતાના ગુરુના નામસ્મરણ અને કીર્તનાદિના કયા ફળને જણાવે છે ? ૮. ગ્રંથકારશ્રી પોતાના પ્રયત્નથી થયેલ અલ્પસંતોષને કઈ રીતે વ્યક્ત કરે છે તે જણાવો. (બી) નીચેના પ્રશ્નોનો સંક્ષેપમાં જવાબ આપો. ૧. સજ્જન શબ્દ દિવ્યમંત્ર કેવી રીતે ? ૨. સજ્જનની ઓળખાણ શું ? ૩. દુર્જનની બુદ્ધિ શું કરવામાં જોડાય છે ? ૪. દુર્જનો સજ્જનોના ઉપકારી શી રીતે થઈ શકે ? ૫. કવિની રચના જડબુદ્ધિવાળા દુર્જનોને ખેદ જ ઉત્પન્ન કરે છે ? કોની જેમ ? ૬. નવા શાસ્ત્રોને રચવાનો નવો પરિશ્રમ કેવો છે ? ૭. નૂતનશાસ્ત્રોની રચનાથી લાભ શું ? ૮. પૂ. નયવિજય મ.સા. માટે વાપરેલ વિશેષણો જણાવો. ૯. ચાતક અને વાદળનું દષ્ટાન્ત શું બોધ આપે છે ? ૧૦. ઉત્તરકાલીન આચાર્યે રચેલા શાસ્ત્રો ભણવા તે આગમઅભ્યાસમાં બાધક નથી પણ સાધક છે
કેવી રીતે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. સંગઠિત સજ્જનો ......... જેવા છે. (સૂર્ય, ચંદ્ર, તારા) ૨. દુર્જનો હંમેશા સર્વત્ર સર્વ સાથે ......... જ વચનો બોલે છે. (કઠોર, નરમ, મીઠા) ૩. સજ્જનોના મુખમાં રહેલું ......... એ સર્પયુક્ત નથી હોતુ. (અમૃત, મધ, દૂધ). ૪. ........ રૂપી વર્ષાઋતુ ન હોય તો શ્રતવેલડી નાશ પામી જાય છે.
(સજ્જનકૃપા, દુર્જનકૃપા, પ્રભુકૃપા) ૫. આગમ તે ......... છે. (દરિયો, આકાશ, જમીન) ૬. શંકરના મસ્તકમાં વસવાટ કરવાથી દેવતાઈ નદી તરીકે ......... પ્રસિદ્ધ થઈ
(ગંગા, સિંધુ, જમના) ૭. ગુરુના નામે ઓળખાણ થાય તેમાં શિષ્ય ....... બની જાય. (ગૌણ, મુખ, સમાન) ૮. ન લતાકારનું નામ ..... છે. (વિશ્વકલ્યાણવિજયજી, યશોવિજય, જીતવિજયજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org