Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• નિયત્તિતાત: પ્રતિઃ •
२१८७ | રૂતિ સજ્જનસ્તુતિહાત્રિવિણ //રૂ૨ી प्रतापाऽर्के येषां स्फुरति विहिताऽकब्बरमनःसरोजप्रोल्लासे भवति कुमतध्वान्तविलयः । विरेजुः सूरीन्द्रास्त इह जयिनो हीरविजया दयावल्लीवृद्धौ जलदजलधारायितगिरः ।।१।। प्रमोदं येषां सद्गुणगणभृतां बिभ्रति यशःसुधां पायं पायं किमिह निरपायं न विबुधाः । अमीषां षट्तर्कोदधिमथनमन्थानमतयः सुशिष्योपाध्याया बभुरिह हि कल्याणविजयाः ।।२।। चमत्कारं दत्ते त्रिभुवनजनानामपि हृदि स्थितिमी यस्मिन्नधिकपदसिद्धिप्रणयिनी । सुशिष्यास्ते तेषां बभुरधिकविद्याऽर्जितयशःप्रशस्तश्रीभाजः प्रवरविबुधा लाभविजयाः ।।३।।
अथ नयलताकर्तृप्रशस्तिः प्रस्तूयते । आत्म-कमल-वीरप्रभृतिपट्टाम्बरे वराः । दानसूरिवरा जाता भास्करसमकान्तयः ।।१।। तत्पट्टाऽऽकाशसञ्जाता मृगाङ्कसमकान्तयः । प्रेमसूरीधराः शिष्यादिलब्धिभिस्समन्विताः ।।२।। तत्पट्टद्योतका जाता भास्करसमकान्तयः । भुवनभानुसूरीशा एकान्तवादनाशकाः ।।३।। બત્રીસી ગ્રંથકારશ્રીની દૃષ્ટિએ સ્પષ્ટ છે. માટે ગ્રંથકારશ્રીએ તેની સંસ્કૃતવ્યાખ્યા કરેલી નથી. તેમ છતાં જ્યાં આવશ્યકતા જણાઈ છે ત્યાં ક્ષયોપશમ મુજબ સ્પષ્ટતા તે-તે શ્લોકસંબંધી વિશેષાર્થમાં કરેલી છે.
આ રીતે બત્રીસ-બત્રીસી મૂળ ગ્રંથનો અનુવાદ પૂર્ણ થાય છે.
બત્રીસ-બત્રીસી મૂળ ગ્રંથ અને તેની ‘તત્ત્વાર્થદીપિકા' નામની ટીકાનો અનુવાદ પણ આ સાથે પૂર્ણ થાય છે. ફકત છેલ્લે બત્રીસ-બત્રીસી મૂળ ગ્રંથની સ્વોપજ્ઞ સંસ્કૃત ટીકાના કર્તા સ્વરૂપે ગ્રંથકારશ્રીએ દશ શ્લોકથી પ્રશસ્તિ જણાવેલ છે. તેનો અનુવાદ નીચે મુજબ જાણવો. (૧) જે જગદ્ગુરુ હરસૂરીશ્વરજી મહારાજના પ્રતાપસ્વરૂપ સૂર્ય દ્વારા દિલ્હીપતિ અકબર બાદશાહના
મનરૂપી કમળને ખીલવવાનું કામ થયેલ હતું. તે હીરસૂરીશ્વરજીનો પ્રતાપી સૂર્ય સ્કુરાયમાન હોય ત્યારે એકાંતકદાગ્રહગ્રસ્ત માન્યતારૂપી અંધકારનો વિલય થાય છે. તે શ્રીહીરસૂરીશ્વરજી મહારાજા આ વિશ્વમાં વિજય મેળવનારા હતા. દયારૂપી વેલડીને વધારવામાં તેમની વાણી વાદળની
જલવૃષ્ટિધારા જેવી હતી. તેઓ આ જિનશાસનમાં પૂર્વે શોભતા હતા. (૨) તેઓ સદ્દગુણના સમુદાયને ધારણ કરતા હતા. તેમના યશ સ્વરૂપ અમૃતનું પાન કરી-કરીને
પંડિતો શું નિરવઘ પ્રમોદને ધારણ કર્યો ન હતો ? અર્થાતુ ધારણ કર્યો જ હતો. તે આ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના સુશિષ્ય કલ્યાણવિજયજી ઉપાધ્યાય મહારાજ થયા હતા. તે ઉપાધ્યાયશ્રી કલ્યાણવિજયજી મહારાજ પદર્શનસ્વરૂપ મહાસાગરનું મંથન કરનાર રવૈયા સમાન બુદ્ધિવાળા
હતા. અર્થાત પદર્શનપરિકર્મિતમહાપ્રજ્ઞાના તેઓ સ્વામી હતા. (૩) તે કલ્યાણવિજયજી ઉપાધ્યાયના સુશિષ્ય અધિક શાસ્ત્રવિદ્યાથી ઉપાર્જિત થયેલ યશરૂપી પ્રશસ્ત
લક્ષ્મીને મેળવનારા શ્રી લાભવિજય ઉપાધ્યાય થયા હતા. જેમાં ત્રિભુવનના લોકોના પણ હૃદયમાં ચમત્કારને બક્ષનારી હૈમી સ્થિતિ = સિદ્ધહેમવ્યાકરણ સંબંધી સૂત્રોની સ્પષ્ટતા એવી હતી કે જે અધિકપદની = ઊંચા આદરણીય સ્થાનની સિદ્ધિમાં જ પ્રેમ રાખનારી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org