Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સ્યાદાતિનાં જોરદ્વેષ હોમાતા -
२१६३
વિશેષાર્થ :- ‘દયાળુ માણસ કોઈને કચડી નાંખે અથવા કોઈને કચડી નાખનારો દયાળુ હોઈ શકે.' આ વાત સામાન્યથી કોઈના મગજમાં બેસે નહિ તેવી હોય છે. પરંતુ શ્વેતાંબર સંપ્રદાયના જૈન મુનિઓ એકાન્તવાદીના પ્રમાણાભાસને-હેત્વાભાસને કચડી નાખવા છતાં અનેકાન્તવાદના પરિપ્રેક્ષમાં રહીને યોગ્ય દૃષ્ટિકોણથી પરમતની સ્થાપના પણ કરે છે. આ શ્વેતાંબર સાધુઓની આંતરિક કોમળતાનો પરિચય છે. ખોટાને ખોટું સાબિત કર્યા બાદ તેમાં જેટલા અંશે સત્યતા હોય તેનો સ્વીકાર હૃદયની કોમળતા વિના શકય નથી. જેમ કે આ ગ્રંથમાં ચોથી બત્રીસીમાં ૨૩-૨૪ શ્લોકમાં ગૌતમ બુદ્ધની મિથ્યા કરુણાનું/કુશલ ચિત્તનું નિરાકરણ કર્યા બાદ ત્યાં જ ૨૫મા શ્લોકમાં અપેક્ષાવિશેષથી બુદ્ધના કુશલ ચિત્તને પ્રશસ્ત પણ બતાવ્યું. ચોથી બત્રીસીમાં ૧૪-૧૫-૧૬ શ્લોકમાં ગૌતમબુદ્ધમાં મહાનતા નથી તેવું સિદ્ધ કરવા છતાં તથા આઠમી બત્રીસીના ૨૦-૨૧-૨૨-૨૩ શ્લોકમાં ગૌતમબુદ્ધમાન્ય એકાન્તક્ષણિકવાદનું નિરાકરણ કરવા છતાં ૨૩મી બત્રીસીના ૨૭માં શ્લોકમાં તે જ ગૌતમબુદ્ધ પ્રત્યે અત્યંત અહોભાવને દર્શાવનારા શબ્દોનો ગ્રંથકારશ્રીએ પ્રયોગ કરેલ છે. આઠમી બત્રીસીના ૧૫માં શ્લોકમાં કપિલમાન્ય એકાન્તનિત્યતાનું નિરાકરણ કરેલ છે તથા ૨૩મી બત્રીસીના ૨૭મા શ્લોકમાં તે જ કપિલ મહર્ષિને અન્વય-વ્યતિરેકવેદી-યથાર્થવેત્તા તરીકે નવાજીને તેમની દ્રવ્યપ્રધાન ધર્મદેશનાનું પ્રયોજન પણ પ્રામાણિકપણે, મધ્યસ્થતા અને ગુણાનુરાગને હૈયામાં પ્રતિષ્ઠિત કરીને દર્શાવેલ છે. વળી આવા જ પ્રકારની અનેક બાબત પ્રસ્તુત બત્રીસીના ૮, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૨૯ વગેરે શ્લોકોમાં પણ જીવંત જોવા મળે છે. ધન્ય છે અમોઘ વિદ્વત્તા સાથે આવી પ્રામાણિક અને પારદર્શક સત્યનિષ્ઠતાને ! (૩૧/૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org