Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
३२- सज्जनस्तुतिद्वात्रिंशिका
બત્રીસમી બત્રીસીની પ્રસાદી
स्याद् बली बलमिह प्रदर्शयेत्, सज्जनेषु यदि सत्सु दुर्जनः । किं बलं नु तमसोऽपि वर्ण्यते, यद् भवेदसति भानुमालिनि ।। ३२ / २ ।। (पृ. २१६८) જો અહીં સજ્જનો હાજર હોવા છતાં દુર્જન પોતાનું બળ બતાવે તો તે બળવાન થાય/ કહેવાય. પણ આ સંભવ નથી. સૂર્ય હાજર ન હોય એટલે શું અંધકારની પણ તાકાતના વખાણ થાય ?
दुर्जनस्य रसना सनातनीं, सङ्गतिं न परुषस्य
सज्जनस्य तु सुधाऽतिशायिनः, कोमलस्य वचनस्य केवलम् ।।३२ / ३ ।। (पृ. २१६८) દુર્જનની જીભ કઠોર વચનની સંગત છોડતી નથી. સજ્જનની જીભ તો સનાતન=હંમેશા અમૃત કરતાં પણ ચઢિયાતા કેવળ સનાતન મધુરતમ કોમળ વચનની જ સોબતને છોડતી નથી.
Jain Education International
यद्यनुग्रहपरं सतां मनो दुर्जनात् किमपि नो भयं तदा ।
सिंह एव तरसा वशीकृते किं भयं भुवि शृगालबालकात् ।।३२ / १० ।। (पृ. २१७२) જો મારા ઉપર સજ્જનોનું મન અનુગ્રહપરાયણ હોય તો મને દુર્જનોથી કોઈ પણ પ્રકારનો ભય નથી. સિંહને જે ઝડપથી વશ કરી લે તેને શું દુનિયામાં શિયાળના બચ્ચાથી ભય હોય ?
For Private & Personal Use Only
www.jainelibrary.org