Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१८४ • પ્રચતો નમ્રતા •
द्वात्रिंशिका-३२/२९ तत्पदाम्बुरुहषट्पदः स च ग्रन्थमेनमपि मुग्धधीwधाम् । यस्य भाग्यनिलयोऽजनि श्रियां सद्म पद्मविजयः सहोदरः ।।२८।। मत्त एव मृदुबुद्धयश्च ये तेष्वतोऽप्युपकृतिश्च भाविनी ।
किं च बालवचनाऽनुभाषणाऽनुस्मृतिः परमबोधशालिनाम् ।।२९।। साम्प्रतं स्वस्वरूपमावेदयति- 'तदिति । स च मुग्धधीरपि अहं तत्पदाऽम्बुरुहषट्पदः = श्रीनयविजयविबुधवरचरणसरोरुहमधुकरः एनं द्वात्रिंशिकाख्यं ग्रन्थं व्यधाम यस्य मे श्रियां सद्म भाग्यनिलयः पद्मविजयः सहोदरः = पूर्वोत्तरसम्बन्धमाश्रित्य बन्धुः अजनि ।।३२/२८ ।।
स्वकीयनम्रताप्रदर्शनपुरस्सरं ग्रन्थकृत् प्रकृतरचनासाफल्यप्रकारमुपदर्शयति- 'मत्त' इति । ये च मत्तः सकाशात् मृदुबुद्धयः तेषु एव अतोऽपि द्वात्रिंशिकाप्रकरणात् उपकृतिः भाविनी । न च ये भवतः सकाशादधिकप्रज्ञोपेताः तेषां नाऽत उपकृतिरिति शङ्कनीयम्, यतः परमबोधशालिनां = मत्तः सकाशात्प्रकृष्टमति-श्रुतज्ञानावरणक्षयोपशमोपेतानां विदुषां अपि = किञ्च पठ्यमानात् पाठ्यमानाच्च अतः प्रकरणात् बालवचनाऽनुभाषणाऽनुस्मृतिः रतिदायिनी भाविनी, बालभाषितादप्यागमवचनात् श्रूयमाणात् विदुषामपि स्वस्मृतिबीजप्रबोधनं सम्पद्यत एवेत्याशयः ।।३२/२९।।
ગાથાર્થ - તે શ્રીનયવિજયવિબુધ ગુરુદેવશ્રીના ચરણકમળમાં ભમરાસમાન એવા તે મુગ્ધબુદ્ધિવાળા યશોવિજયે આ ગ્રન્થને બનાવેલ છે કે જેમના ભાઈ પદ્મવિજય ઐશ્વર્યોનું ઘર અને ભાગ્યધામ થયા હતા. (૩૨/૨૮)
ગાથાર્થ :- મારા કરતાં પણ જે મંદ બુદ્ધિવાળા હોય તેઓને વિશે જ આ ગ્રન્થથી પણ ઉપકાર થશે. વળી, પરમબોધવાળા જીવો બાળકના વચનને બોલવાનું અને યાદ કરવાનું કરે છે. (૩૨/૨૯).
વિશેષાર્થ:- પોતાના કરતાં અલ્પબુદ્ધિવાળા જીવોને આ ગ્રંથથી લાભ થશે – આ પોતાનું પ્રયોજન ગ્રંથકારશ્રીએ બતાવ્યું. “પરંતુ ગ્રંથકાર કરતાં જેમની પ્રજ્ઞા વધુ વિકસિત છે તેવા પ્રાજ્ઞ પુરુષોને આ ગ્રંથથી શું લાભ ?' –આ શંકાના સમાધાન માટે ગ્રંથકારશ્રી કહે છે કે તેવા મહાપ્રાજ્ઞ પુરુષો પાસે હું તો બાળક છું. મહાપુરુષોને બાળકની વાણી બોલવાથી, સાંભળવાથી કે યાદ કરવાથી આનંદ જ થાય. તેમ મહાપ્રાજ્ઞ પુરુષો આ ગ્રન્થ ભણશે કે બીજાને ભણાવશે તો બાળકતુલ્ય મારા વચનો બોલવાથી કે યાદ કરવાથી તેઓને પણ આનંદ જ થશે. માટે મારા આ ગ્રન્થને મહાપ્રાજ્ઞ પુરુષોએ પણ ઉપેક્ષિત ન કરવો- આમ ગ્રંથકારશ્રી પોતાના કરતાં મહાપ્રાજ્ઞ વિદ્વાનોને વિનંતિ કરે છે. કેવી નમ્રતા ભરેલી કુશળતા મહોપાધ્યાયજી મહારાજ પાસે હતી- એની આ શ્લોક દ્વારા કાંઈક ઝાંખી થાય છે.(૩૨/૨૯)
તમે નવીન ગ્રન્થની રચના કરી રહ્યા છો. અને તેમાં કેટલાય ઠેકાણે તો હરિભદ્રસૂરિજી મહારાજના યોગબિંદુ-યોગદષ્ટિસમુચ્ચય વગેરે ગ્રંથોનો ઢગલાબંધ શ્લોકો બેઠેબેઠા- Copy કરીને મૂકેલ છે. કયાંક તો તેમના જ શ્લોક એક-બે શબ્દના ફેરફાર સાથે મૂકેલા છે. આમાં તમે નવું શું કર્યું? - આ પ્રશ્નનો જવાબ ગ્રંથકારશ્રી આપે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org