Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• परेण सिद्धान्तदूषणे सिद्धान्तस्थापनं कार्यम् •
२१७५ आगमे सति नवः श्रमो मदान्न स्थितेरिति खलेन दूष्यते ।
नौरिवेह जलधौ प्रवेशकृत् सोऽयमित्यथ सतां सदुत्तरम् ।।१४।। = सतामुद्वेग इति यथायथं योज्यम् । अन्यतीर्थिकैः जिनोक्तसिद्धान्तदूषणे कृते समर्थैः जिनोक्तराद्धान्तस्थापन-परिमार्जन-परिशोधनादिकमागमनीत्यनुसारेण मध्यस्थभावमवलम्ब्य कर्तव्यमिति हि जिनागमस्थितिः ।।३२/१३।।
खलाऽऽक्षेपमुत्तरयितुमुपन्यस्यति- 'आगमे' इति । ननु गणधर-पूर्वधरादिप्रणीते आगमे सति नव्यशास्त्ररचनायां नवः = अभिनवः श्रमः मदाद् = निजश्रुतशक्तिकौशलाऽभिमानाद् एव क्रियते, न तु स्थितेः = जिनोक्तमर्यादाया हेतोः इति नव्यशास्त्रप्रणयनं खलेन 'अशक्तोऽहं गृहारम्भे, शक्तोऽहं गृहभञ्जने' इति वानरोक्तिन्यायेन दूष्यते ।
अथ सतां सदुत्तरं = यथावस्थितप्रत्यवस्थानं यदुत सोऽयं नव्यग्रन्थरचनागोचरो नवः श्रमः खलु जलधौ नौः इव इह दुरवगमापारगुरुगमसङ्कुल-नयनिक्षेपप्रमाणादिमीमांसागम्य-जिनागमसूत्रार्थरत्नाकरे प्रवेशकृत् इति । एतेन नव्यग्रन्थरचनं किं मूलाऽऽगमतो यदुत स्वमनीषिकातः क्रियते ? आद्ये पिष्टपेषणवद् वैयर्थ्यम्, अन्त्ये चाऽनुपादेयताऽऽपत्तिरिति खलोक्तिरपि निराकृता, जिनागमाऽनुसारित्वेऽपि तत्तत्पदार्थगोचरगुरुगमोपेतसमुचितनय-निक्षेपादिगर्भनव्यप्रकरणग्रन्थरचनायाः साम्प्रतकालीनमन्दमतीनां जिनागमरत्नाकरावतारिकारूपत्वेन साफल्यात् । 'द्राक्षा अम्ला' इति शृगालोक्तितुल्या खलोक्तिरत्राऽवसेया ।।३२/१४ ।।
विशेषार्थ :- मा२ = हुनने मेह, शीतक्षL = APP8नप्रमोद, १२ १२ = नव्यशास२यना. माम सम४ पुं. (3२/१७)
હ નવા શાસ્ત્રો નાવસમાન હ ગાથાર્થ :- “આગમ હાજર હોવા છતાં નવો શાસ્ત્રસર્જનશ્રમ કરવો તે અભિમાનના લીધે થાય છે, જિનાગમમર્યાદા હોવાથી નહિ”- આવું બોલીને દુર્જનો નવ્યશાસ્ત્રરચનાને દૂષિત કરે છે. અહીં સજ્જનોનો સાચો જવાબ એ છે કે- “નવા શાસ્ત્રોને રચવાનો આ નવો પરિશ્રમ આગમસમુદ્રમાં પ્રવેશ रावना२ नौडा छे." (३२/१४) ।
વિશેષાર્થ - દુર્જનો કહે છે કે- તમે નવા શાસ્ત્રો બનાવો છો તે આગમમાં ન કહેલી વાતને જણાવવા માટે કે આગમમાં કહેલી વાતને જણાવવા માટે ? આવા બે પ્રશ્નો ઊભા થાય છે. જો આગમમાં ન કહેલી વાતને તમે જણાવતા હો તો તમારી વાત અશાસ્ત્રીય હોવાથી સંઘમાન્ય નહિ બને. તથા જો આગમમાં કહેલું જ તમે કહેતા હો તો તેમાં શું નવી ધાડ મારી ? આગમમાં તો કાંઈ ખામી નથી. તો શા માટે વ્યર્થ આ નવો પરિશ્રમ કરવો ?
પરંતુ આ દલીલ દમ વિનાની છે. કારણ કે આગમ તો દરિયો છે. જીવવિચાર-નવતત્ત્વ વગેરે પ્રકરણગ્રંથો નૌકા સમાન છે. જો જીવવિચાર વગેરે આગમોત્તરકાલીન પ્રકરણ ગ્રંથો ભણ્યા વિના સીધેસીધા પન્નવણા, જીવાભિગમ, ભગવતીસૂત્ર વગેરે આગમો ભણવામાં આવે તો ભણનારા જીવો મૂંઝાઈ જ જાય, તેની બુદ્ધિ કુંઠિત થઈ જાય, મગજ બહેર મારી જાય. જેમ નવ-સ્ટીમર વિના મહાસાગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org