Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• વાયામનયા મુમુક્ષુવૃત્તિ: •
२१५१ વિનયવસ્થા નિસાક્ષાત્કાર'ત્તિ ર૭| नश्यदवस्थेन = अव्यवहितोत्तरक्षणवृत्तिध्वंसप्रतियोगिना योगिसाक्षात्कारेण । अतो न दुःखाऽभावस्याऽवेद्यत्वम् । न वा तस्य पुरुषार्थत्वव्याहतिः, ज्ञानसमये मुक्तिलक्षणस्य सत्त्वान्न ज्ञानं मुक्तिविरोधि (त.चिं.मु.वा.पृ.१७७) इति यदुक्तं तत्त्वचिन्तामणौ मुक्तिवादप्रकरणे महानैयायिकेन गङ्गेशेन तद् गुणहानेः धीमतां अनिष्टत्वेन निश्चितं अपास्तं मन्तव्यम्, तथावेद्यताया मूर्छाद्यवस्थायामपि सम्भवाच्च । तस्माद् 'दुःखं मा भूदि'तीच्छायां दुःखकारणध्वंस एव परमार्थतो विषयः प्रागुक्तरीत्या (द्वा.द्वा.३१/ २२ पृ.२१३८) विज्ञेयः । तथा च सुखकामनाऽधीनया दुःखद्वेषाऽधीनतत्साधनकर्मद्वेषाऽधीनया वा कृत्स्नकर्मक्षयकामनया मुमुक्षूणां प्रवृत्तिरवश्यमेष्टव्येत्यधिकमस्मत्कृतभानुमतीतः समवसेयम् (न्यायालोकટી-5.9/y.૩૬) સારૂ9/૧૭ના યોગી સાક્ષાત્કારથી વર્તમાન દુઃખધ્વંસ અનુભવાય છે. પણ આ કથન એટલા માટે ખોટું સાબિત થાય છે કે ખરેખર ગુણનાશ અનિષ્ટ જ છે. (૩૧/૨૭)
વિશેષાર્થ :- “અન્ય દુઃખાભાવસ્વરૂપ મોક્ષ અવેદ્ય = અનુભવનો અવિષય હોવાથી પુરુષાર્થ બની નહિ શકે. માટે તૈયાયિક મતમાં મોક્ષપુરુષાર્થ ખતમ થશે.' - આ પ્રમાણે અનેકાંતવાદીઓએ જે જણાવ્યું તેના પ્રતિવાદમાં મહાનૈયાયિક ગંગેશ ઉપાધ્યાય તત્ત્વચિંતામણિ ગ્રન્થના અનુમાન ખંડના મુક્તિવાદ પ્રકરણમાં કહે છે કે – આત્યંતિક દુઃખાભાવ અનુભવાય તો જ તેમાં પુરુષાર્થત્વ-સ્વતઃ કામ્યત્વ આપી શકે તેવો કોઈ નિયમ નથી. કારણ કે દુઃખાભાવગત પુરુષાર્થત્વ પ્રત્યે દુઃખાભાવસ્વરૂપ પુરુષાર્થનું જ્ઞાન કારણ નથી. “મને દુઃખ ન થાવ' આવા આશયથી જ માણસ દુઃખનિરાકરણના સાધનોમાં પ્રવૃત્તિ કરે છે પણ “દુઃખાભાવનો મને અનુભવ થાવ.' - આ આશયથી કાંઈ પ્રવૃત્તિ થતી નથી. માટે દુઃખાભાવ પુરુષાર્થ = પુરુષકામનાવિષય છે, દુઃખાભાવનું જ્ઞાન નહિ. દુઃખાભાવ હાજર હોય ત્યારે તેનો અનુભવ કરવાની સામગ્રી હોય તો પ્રાસંગિકરૂપે દુઃખાભાવનો અનુભવ થઈ જાય તે વાત જુદી છે. પણ તે પુરુષાર્થ નથી. માટે પુરષાર્થત્વ પ્રત્યે દુઃખાભાવાનુભવને અન્યથાસિદ્ધ = અકારણ જ મનાય. વળી, ચરમદુઃખધ્વંસનું જ્ઞાન નથી થતું એવું નથી. કારણ કે સંસાર અવસ્થાના છેલ્લા સમયે યોગી પુરુષોના સાક્ષાત્કારનો નાશ થઈ રહેલો છે. નાશ પામતી અવસ્થામાં રહેલો યોગીસાક્ષાત્કાર ચરમદુઃખધ્વંસનો અનુભવ કરે છે. માટે સ્વસમાનાધિકરણ-સ્વસમકાલીનસાક્ષાત્કારવિષયતા ચરમદુઃખધ્વંસમાં રહી જશે. માટે ચરમદુઃખધ્વંસ અવેદ્ય બનવાનો દોષ નહિ આવે. તથા તખૂલક અપુરુષાર્થત્વની આપત્તિ પણ નહિ આવે. કારણ કે ક્ષણવાર આત્યંતિક દુઃખાભાવની અનુભૂતિ કરવા માટે પણ માણસ મોક્ષસાધનામાં પ્રવૃત્તિ કરશે. ૯
પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે ઘોડો તબેલામાંથી ભાગી જાય પછી તબેલાનો દરવાજો બંધ કરવા જેવી આ વાત અર્થહીન છે. કારણ કે જ્ઞાન, સુખ વગેરે આત્મગુણોનો ઉચ્છેદ કોઈને માન્ય જ નથી. તેથી જે પ્રાજ્ઞ પુરુષ જાણશે કે નૈયાયિક માન્ય મોક્ષમાં તો આત્મા જ્ઞાન, સુખ વગેરે વિશેષ ગુણોથી કાયમ માટે રહિત થઈ જાય છે તે પ્રાજ્ઞ વ્યક્તિ માટે તેવો દુઃખાભાવ સ્વતઃ કામ્ય નહિ બને. ગુણહાનિ કોને ઈષ્ટ હોય ? તેથી તે વ્યક્તિ જ્ઞાન-સુખ-દુઃખોચ્છેદના ઉપાયમાં પ્રવૃત્તિ જ નહિ કરે. માટે એક ભણવાળા વિનશ્યદ્ અવસ્થાવાળા યોગીસાક્ષાત્કારથી ચરમદુઃખધ્વંસમાં અવેદ્યતાનું નિરાકરણ કરવા માત્રથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org