Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१४६
• વૈરાગ્ય-પ્રશમયો: ચાપતાગડવિનમ્ • ત્રિશિ-રૂ/ર૬ न चेदेवं, सुखेच्छया वैराग्यस्येव दुःखद्वेषात् प्रशान्तत्वस्याऽपि व्याहतिरेवेति भाव ।।२४।। समानाऽऽय-व्ययत्वे च वृथा मुक्तौ परिश्रमः। गुणहानेरनिष्टत्वात्ततः सुष्ठूच्यते ह्यदः।।२५।।
न चेद् एवं सुखेच्छाया असङ्गानुष्ठाननिवर्त्यता सम्मता, न वा सम्मतं प्राथमिकमोक्षसुखकामनाया वैराग्याऽव्याघातकत्वं स्वापगमद्वारा कालान्तरे, तदा जैनमुमुक्षूणां परमानन्दानुविद्धकर्मक्षयलक्षणमुक्तिवादित्वेन सुखेच्छया वैराग्यस्य इव = यथा व्याहतिः तथैव नैयायिकमुमुक्षूणां परदुःखध्वंसलक्षणमुक्तिवादितया दुःखद्वेषात् प्रशान्तत्वस्याऽपि व्याहतिरेव आपद्येत इति भावः । न च मुक्तौ वैराग्यस्यैवोपयोगः न तु प्रशान्तत्वस्येति वाच्यम्, शमादीनां मुमुक्षुचिह्नतयोपदेशस्य वैयर्थ्यापत्तेः। तथा च → सर्वसंसारोपरि मनोवाक्कायकर्मभिर्यथाऽऽशानिवृत्तस्तथा वासनैषणोपर्यपि निर्वैरः शान्तो दान्तः सन्न्यासी परमहंसाश्रमेणाऽस्खलितस्वस्वरूपध्यानेन देहत्यागं करोति स मुक्तो भवति - (ना.परि.१ ।१) इति नारदपरिव्राजकोपनिषद्वचनमपि परस्याऽनुपपन्नमेव स्यादिति भावनीयम् ।।३१/२४ ।। તો સુખકામનાથી જેમ જૈનમુમુક્ષનો વૈરાગ્ય હણાશે તેમ દુઃખ પ્રત્યેના દ્વેષથી નૈયાયિક મુમુક્ષુનો પ્રથમ ભાવ પણ હણાશે જ – આવો અહીં આશય છે. (૩૧/૨૪)
વિશેષાર્થ - જૈનદર્શન મુજબ મુક્તિ પરમાનંદઅનુવિદ્ધ સર્વકર્મલયસ્વરૂપ છે. તેથી મુમુક્ષુ મોક્ષસુખકામનાથી મોક્ષ સાધક ઉપાયોમાં પ્રવર્તે છે. પ્રીતિ-ભક્તિ-વચન અનુષ્ઠાનના ખંડોમાંથી પસાર થઈને અસંગઅનુષ્ઠાનની ભૂમિકાએ જીવ જ્યારે પહોંચે છે ત્યારે મોક્ષસુખની કામના પણ બળી જાય છે. અસંગઅનુષ્ઠાનની સાધના ચાલુ રહે છે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં-વધતાં ઘાતિકર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ અને શેષ અઘાતિકર્મોનો ક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ જીવને થાય છે. આમ મોક્ષસુખની કામના વૈરાગ્યને ખંડિત કરતી નથી. માટે મોક્ષ પરમાનંદાનુવિદ્ધ કર્મક્ષયરૂપ છે – એવું માનવામાં કોઈ સમસ્યા આવતી નથી. જો મોક્ષને પરમાનંદાનુવિદ્ધ કર્મક્ષયાત્મક માનવામાં મોક્ષસુખની કામનાથી મોક્ષસાધના શરૂ થવાના લીધે મુમુક્ષુના વૈરાગ્યનો નાશ થઈ જતો હોય તો તૈયાયિકમત મુજબ ચરમદુઃખāસસ્વરૂપ મુક્તિને માનવામાં દુઃખેષથી મોક્ષસાધના શરૂ થવાના લીધે મુમુક્ષુના શમ-પ્રશમગુણનો પણ નાશ થવાની સમસ્યા પણ તૈયાયિકમતમાં આવશે. રાગ-દ્વેષ બન્ને મોક્ષવિરોધી છે. સુખરાગ-દુઃખદ્વેષ બન્ને નીકળે તો જ ક્રમશઃ તાત્ત્વિક વૈરાગ્ય અને પ્રશાંતપણું આવી શકે. આ અપેક્ષાએ વિચાર કરીએ તો દુઃખદ્વેષથી સર્વદુઃખક્ષયસ્વરૂપ મોક્ષને ઉદેશીને થતી મોક્ષસાધના પણ દુઃખદ્દેષના કારણે મુમુક્ષુના શમદમ વગેરે ગુણોને રવાના કરવાથી મોક્ષબાધક બની જવાની આપત્તિ તૈયાયિક મતમાં આવશે. ઉચ્ચતમ સાધકદશામાં સુખનો રાગ અને દુઃખનો દ્વેષ નીકળી જવાની વાત તો બન્ને મતમાં સમાન રીતે લાગુ પાડી શકાય છે. પણ એટલા માત્રથી “મોક્ષ અત્યંતદુઃખધ્વંસરૂપ જ છે, પરમાનંદઅનુવિદ્ધ કર્મક્ષયસ્વરૂપ નહિ આવું કહી ન શકાય. આવું અહીં તાત્પર્ય છે. (૩૧/૨૪)
અહીં એક પ્રાસંગિક વાત જણાવવાની છે. તે એ કે નૈયાયિક લોકો મોક્ષમાં આત્માના સુખ, દુઃખ, જ્ઞાન વગેરે તમામ વિશેષ ગુણોનો ઉચ્છેદ માને છે. આ બાબતને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- લાભ અને નુકશાન સમાન હોય તો મુક્તિને વિશે પરિશ્રમ વ્યર્થ સાબિત થશે. કારણ કે ગુણનો નાશ કોઈને ઈષ્ટ નથી. માટે આ સુંદર વાત કહેલી છે કે (તે વાત આગલ ર૬મા શ્લોકરૂપે જણાવાશે.) (૩૧/૦૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org