Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२१२२
• मुक्तौ नित्यसुखाभिव्यक्तिविचारः • द्वात्रिंशिका-३१/१५ नित्योत्कृष्टसुखव्यक्तिरिति तौतातिता जगुः । नित्यत्वं चेदनन्तत्वमत्र तत्सम्मतं हि नः ।।१५।।
नित्येति। नित्यमुत्कृष्टं च निरतिशयं यत्सुखं तद्व्यक्तिर्मुक्तिः (=नित्योत्कृष्टसुखव्यक्तिः) इति
साम्प्रतमत्रैव तौतातितमतमपाकर्तुमुपन्यस्यति- 'नित्येति । मा भूत् कस्यचित् 'नित्या उत्कृष्टा च सुखाभिव्यक्तिः मुक्तिः' इति बोधः इत्यत आचष्टे नित्यमिति । नित्यत्वस्याभिव्यक्तिविशेषणत्वे तस्याः तत्त्वज्ञानजन्यताव्याकोपेन तदर्थं योगाभ्यासादिषु प्रवृत्त्यनुपपत्तेः, मुक्त-संसारिणोरविशेषप्रसङ्गाच्च । निरतिशयत्वञ्च तत्त्वज्ञानग्राह्यतावच्छेदकतया सिद्धोऽखण्डधर्मविशेषः जातिविशेषो वा। न च तत्त्वज्ञानजन्यताऽवच्छेदकतया सुखसाक्षात्कारनिष्ठ एव मानसत्वव्याप्यजातिविशेषः स्वीक्रियतां, लाघवादिति वाच्यम्,
પ્રશ્ન એ થાય છે તેને એ સંસ્કાર આવ્યા ક્યાંથી ? કારણ કે અનુભવ વિના સંસ્કાર જ ઉત્પન્ન ન થાય અને સ્તનપાનનો અનુભવ તો તેણે આ ભવમાં આ પૂર્વે કદિ પણ કરેલ જ નથી. માટે માનવું પડે કે ગયા ભવમાં તેણે જે સ્તનપાન કરેલ તે અનુભવથી ઉત્પન્ન થયેલ સંસ્કારો આ ભવમાં પ્રબુદ્ધ થવાથી તે બાળકને “સ્તનપાન મારી ઈષ્ટ સુધાશાંતિનું કારણ છે' –આ પ્રમાણે ઈષ્ટસાધનતાવિષયક મૃતિ થઈ જાય છે. તેથી ઈચ્છા પ્રયત્ન વગેરે શકય બને છે. આ રીતે આ ગતિમાં જીવ ક્યાંકથી આવેલ છે, પૂર્વભવના શરીરને છોડીને આવેલ છે. આટલું સિદ્ધ થાય છે. અર્થાત્ ભવાન્તરમાંથી જીવ અહીં આવે છે. માટે શરીર એ જ આત્મા નથી પણ શરીર કરતાં આત્મા જુદો છે કે જે શરીર બળવા છતાં બળતો નથી. આ થઈ આ ભવની વાત. હવે પૂર્વ ભવની વાત કરીએ. જે પૂર્વભવમાંથી આત્મા અહીં આવેલ છે તેણે પૂર્વભવમાં પણ સૌપ્રથમવાર સ્તનપાન કઈ રીતે કર્યું? કારણ કે તે વિષયમાં તેને કોઈ અનુભવ કરેલ જ નથી તો સ્તનપાનવિષયક ઈષ્ટસાધનતાજ્ઞાન-ઈચ્છા-પ્રયત્ન કઈ રીતે થઈ શકે? માટે ત્યાં પણ માનવું પડે કે પૂર્વભવમાં પણ તેના આગલા ભવનો અનુભવ સંસ્કાર દ્વારા ત્યારે સ્મૃતિજનક બને છે.
આમ પૂર્વ-પૂર્વ ભવનો વિચાર કરતા જઈએ તો આત્મા અનાદિકાલીન છે- એવું સિદ્ધ થાય છે. શરીરમાં રહેવા છતાં, ઈન્દ્રિય વગેરેનો ઉપયોગ કરવા છતાં પણ આત્મા તેનાથી જુદો છે. શરીર-ઈન્દ્રિયાદિનો નાશ થવા છતાં પણ આત્માનો નાશ થતો નથી – એવું સિદ્ધ થાય છે. અનાદિકાળથી ભવભ્રમણ કરવા છતાં અનંતા શરીરો ધારણ કરવા છતાં અને છોડવા છતાં આત્માનો હજુ સુધી નાશ થયો નથી.
આનાથી સિદ્ધ થાય છે કે આત્મા નાશ થવા યોગ્ય ચીજ નથી. બાકી તો અત્યાર સુધીમાં તેનો ક્યારનો નાશ થઈ ગયો હોત. આથી આત્માને નિત્ય માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. આમ વીતરાગજન્મઅદર્શન ન્યાયથી આત્મા નિત્ય સિદ્ધ થાય છે. વીતરાગજન્માદર્શનાત- આ ન્યાયસૂત્રનું એક સૂત્ર છે. તેનું તાત્પર્ય ન્યાયસૂત્રભાષ્ય-વાર્તિક-વૃત્તિ વગેરેમાં વાત્સ્યાયન, ઉદયનાચાર્ય, વાચસ્પતિમિશ્ર વગેરેએ સારી રીતે છણાવટ કરવાપૂર્વક બતાવેલ છે. તેનો ભાવ અમે ઉપર જણાવી ગયા છીએ.(૩૧/૧૪).
તૌતાતિતમતસંમત મુક્તિની વિચારણા હ ગાથાર્થ - “નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિ એટલે મુક્તિ એમ તૌતાતિતો કહે છે. પ્રસ્તુતમાં નિત્યત્વ જો અનન્તત્વરૂપ હોય તો અમને તે સંમત જ છે. (૩૧/૧૫)
ટીકાર્ય - નિત્ય અને નિરતિશય (= જેના કરતાં બીજું કોઈ સુખ ચઢિયાતું ન હોય તેવું ઉત્કૃષ્ટ) જે સુખ હોય તેની અભિવ્યક્તિ એટલે મુક્તિ- આ પ્રમાણે (તુતાત નામના વિદ્વાનના અનુયાયીઓe
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org